9 January 2017

નવસારીમાં યોજાયેલા કુકિંગ શોમાં 105 મહિલાઓએ ભાગ લીધો

સ્વપ્નલોકસોસાયટી કાલીયાવાડીના અનાવિલ સંસ્કાર ટ્રસ્ટે નવસારીની બહેનો માટે કુકિંગ શોનું આયોજન કર્યુ હતું.અનાવિલ મહિલા પાંખનાં કમીટી મેમ્બર શીતલબેન, રચનાબેન, પ્રતિબહેન દેસાઇ, સ્વાતિબહેને હાજરી રહી કુકિંગ શોમાં હાજર રહેલા બહેનોને આવકારી પ્રોત્સાહિત કર્યા હતા.


આજે રવિવારે સંસ્કાર ભવન ખાતે યોજાયેલ કુકિંગ ક્લાસમાં નવસારી શહેર તથા આસપાસની 105 બહેનોએ હાજર રહી આધુનિક પાકશાસ્ત્રની તાલીમ મેળવી હતી.કુકિંગ એક્ષપર્ટ તરીકો સુરતના ઇટીવીના રસોઇ શોનાં કલાકાર હિનાબેન દેસાઇએ અહીં પધારી વિવિધ વાનગીઓ જેમ કે મોકટેલ, મુંગદાળ સલાડ, થાઇસીઝલર, થાઇ રાઇસ, ડેઝર્ટ જેવી અવનવી વાનગીઓ બનાવવામાં શીખવી હતી.એમણે પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન બતાવી પ્રેક્ટીકલ વાનગીઓ તૈયાર કરી નિદર્શન કર્યુ હતું.

અનાવિલ સંસ્કાર ભવનનાં હોલમાં 105 જેટલી મહિલાઓ ભાગ લીધો હતો.હિનાબેન દેસાઇ સાથે મહિલાઓએ સુંદર પ્રશ્નોત્તરીકરી ખૂટતી માહિતી મેળવી હતી.નિદર્શન અંતે તાલીમ લઇ રહેલી બહેનો પૈકી હેતલ નાયક, શ્રેયા દેસાઇ, અલ્પા દેસાઇ તાલીમ પૂર્ણ થયેલી પોતાના આજના વિશિષ્ટ અનુભવો દર્શાવ્યા હતા.સહુ બહેનોએ આયોજકો અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની મહિલા પાંખના પ્રયાસને વખાણ્યા હતા અને પ્રશંસા કરી હતી.

Source: Divyabhaskar