9 January 2017

નવસારીમાં પુસ્તક વિમોચન સમારંભ યોજાયો

નવસારીમાં કાર્યરત પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના શ્રી વિદ્યાફંડ વ્યવસ્થાપક કમિટીના ચાલક એવા સ્વ. વિજયદેવ રતનજી મિસ્ત્રી વિશેના પ્રકાશિત હરીશભાઈ મિસ્ત્રી રચિત પુસ્તક લાઈફ જર્ની ઓફ લીજન્ડનો વિમોચન સમારંભ નવસારીના રામજી મંદિર હોલમાં આમંત્રિતોની હાજરીમાં યોજાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના મંત્રી દિનેશભાઈ મિસ્ત્રીએ સૌને આવકારી સ્વાગત કર્યું હતું. સ્વ. વિજયદેવ મિસ્ત્રી વિશે હરીશચંદ્ર મિસ્ત્રીએ વિગતે વાતો કરી હતી. બાલુભાઈ લાડના 85મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે સિનિયર સિટીઝન મંડળ, પેન્શનર મંડળ, ઉત્કર્ષ મંડળના પ્રતિનિધિઓ સહિત અન્યોએ એમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પુસ્તક વિશે મહાવીરસિંહ ગોહિલે માહિતી આપી હતી.

Source: Divyabhaskar