10 January 2017

દત્તબાવની પારાયણનું આયોજન


શ્રીરંગ પરિવાર નવસારીનાં સહયોગથી નિલાંજન એપાર્ટમેન્ટ દુધીયાતળાવ નવસારીમાં રહેતાં ભારતીબેન દેસાઇનાં પ્રયત્નોથી દત્તબાવની પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીરંગ પરિવારનાં અગ્રણી કનુભાઇ જોષીએ અહીં ઉપસ્થિત ભક્તજનોને સંબોધતાં સંપૂટ દત્ત બાવની એટલે શુંω વિશે જણાવ્યું કે દત્તબાવનીનાં 52 પાઠ કરતાં પહેલાં દત્તનામ સંકિર્તન પાઠ કર્યા પછી ફરીથી દત્તનામ સંકીર્તન પાઠ કરવો. દત્તનામ સંકીર્તનએ પૂ.બાપજીને એક ભક્તે કરેલી પ્રાર્થનાનું પરિણામ છે. સ્ત્રોતમાં 1008 વાર દત્ત શબ્દ આવે છે. આદિ અંત સંકિર્તન પાઠ ફળદાયી છે. દત્ત બાવની એટલે પૂજ્ય શ્રીરંગ અવધૂત બાપજીએ નિત્ય સમાધિસ્થ અંતરના ઉંડાણમાંથી પ્રગટેલ શુધ્ધ ભાવસભર ભગવાન દત્તને કરેલ આર્તપુકાર છે.દત્ત બાવનીનો મૂળ રાગ સારંગ છે. સંપૂટ દત્તબાવની પારાયણ પ્રસંગે અશોકભાઇ જોશી, જોગલેકર, નયના દેસાઇ, સુભાષ દેસાઇ એપાર્ટમેન્ટનાં કિરણભાઇ, અમ્રતભાઇ તથા અન્ય ભાઇ બહેનોનો સહકાર ભારતીબહેન દેસાઇની સંગાથે પ્રાપ્ત થયો હતો.

Source: Divyabhaskar