19 January 2017

નવસારી જિલ્લા કલેકટરે બાળકો સાથે ભોજન કર્યું

નવસારી કલેકટર રવિ કુમાર અરોરાએ ગુણોત્સવના બીજા દિવસે નવસારી નગરપાલિકા સંચાલિત મિશ્રશાળા-2 ખાતે ગુણોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કલેકટરે બાળકોને લેખન, ગણન, વાંચન કરાવ્યું હતું. એક શિક્ષકની ભુમિકા અદા કરી, કલેકટર શૈક્ષણિક કાર્યમાં જોતરાયા હતા. કલેકટર રવિ કુમાર અરોરાએ શાળાની ભૌતિક સુવિધાની પણ ચકાસણી કરી હતી. કલેકટરે બાળકો સાથે મધ્યાહન ભોજન પણ કર્યું હતું.


કલેકટરે શાળાની ભૌતિક ચકાસણી કરી, કમ્પાઉન્ડ વોલ ઉંચી કરવા ચીફ ઓફિસરને ટેલિફોનિક સુચના આપી હતી. બાળકો સંસ્કારો સાથે શિસ્તબદ્ધ બને તે માટે શિક્ષકોને પણ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બાળકોએ આપણી ભાવી પેઢી છે, તેઓ સ્વચ્છતા શીખે, ભારતના ઘડતરના ભાગીદાર બને તે માટે શિક્ષકો પણ પોતાનું યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો.

કલેકટરે બાળકો સાથે શાળામાં ખુટતી સુવિધા,શુ બનવા માંગો છો. પ્રશ્નોત્તરી કરી હતી. ધોરણ-8ના વિદ્યાર્થીઓએ કમ્પ્યૂટરની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. કલેકટરે કમ્પ્યુટરની સવલત ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી હતી.

Source: Divyabhaskar