2 February 2017

રોટરી આઇ હોસ્પિટલનો ચત્વારી પર્વ સમારંભમાં દાતાઓનું બહુમાન

દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત નવસારીની રોટરી આઇ હોસ્પિટલ 40 વર્ષોથી ચક્ષુ નિદાન સારવાર અને સંશોધન ક્ષેત્રે નામના ધરાવે છે.સંચાલકોએ દાતાઓના દાન તથા રોટરી કલબનાં પ્રોજેક્ટ હેઠળ આધુનિકરણ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.આજે રોટરી હોસ્પિટલના પ્રાગણમાં ચત્વારિપર્વ સમારંભ યોજાયો હતો.

રોટરી આઇ હોસ્પિટલનાં ચેરમેન કાંતિભાઇ શાહે સંસ્થાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની તૈયારી સહિતની કામગીરી વર્ણવી સ્થાપકો સ્વ.ડો.રતિલાલ દેસાઇ, સ્વ.ડો.ઠાકોરભાઇ રાણા, વિરલ પુરોહિતનાં પ્રયાસોને બિરદાવ્યાં હતાં. મહેમાનો સુરતનાં રામકૃષ્ણ એક્ષપોર્ટનાં ગોવિંદભાઇ ધોળાકીયા, જી.એચ.ભક્ત ફાઉન્ડેશનનાં નારણભાઇ પટેલ, અતિથી વિશેષ કાનજીભાઇ ભાલાળા,(ચેરમેન સૌરાષ્ટ્ર સેવા સમાજ સૂરત) બી.યુ.પટેલ સીંગોદ, હિતેશ જરીવાણ, પ્રમુખ સુનીલકુમાર રોટરી કલબ ઓફ કાંદીવલીનાં હસ્તે દિપપ્રાગટ્ય કરાયું હતું. ગુજરાતમાં પ્રથમ લ્યુમેશ આઇ માઇક્રોસ્કોપની અર્પણવિધી પ્રસંગે ઉપસ્થિત ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના સંદેશમાં જણાવ્યું કે અહીં નવસારીમાં સાત્વિક માણસોના ઝેળાવડી જેવું વાતાવરણ લાગે છે.જ્યારે ભાગ્યનો ઉદય થાય છે ત્યારે માણસોને મળવાનું બને છે.મારા જીવનમાં પૂ.ડોંગરેજી મહારાજનો પ્રભાવ છે.આ હોસ્પિટલમાં પૂ.ડોંગરેજી મહારાજની તસ્વીર છે.તેનાથી હોસ્પિટલ મંદિરમાં આવ્યો હોઉ તેવું લાગે છે. કાનજીભાઇ ભાલાળાએ રોટરી આઇ હોસ્પિટલ નવસારીનું ઘરેલું છે. એમ જણાવી નવસારીની આગવી ઓળખ ઉભી કરી છે. ફાઇવસ્ટાર હોસ્પિટલ કરી છે. માલીબા પરિવાર હોસ્પિટલ જોડાયો તેને અને તેમના પરિવારની ભાવનાને વંદન કરું છું.

આજના પ્રસંગે હોસ્પિટલને અદ્યતન બનાવવામાં સહભાગી બનનારોઓનું શાલ પુષ્પથી સન્માન કરાયું હતું. નવસારીમાં ચક્ષુદાન પ્રવૃત્તિને વેગ આપનારા મહેન્દ્ર દરબાર, જગદીશ શાહ, જ્યોતિબેન શાહનું વિશિષ્ટ સેવા બદલ આયોજકોએ શાલ બુકેથી સન્માન્યા હતાં.