14 January 2017

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી, મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉમટ્યા


ભારતભરમાં 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવસારી જુનિયર રેડક્રોસ આયોજિત સ્વામી વિવેકાનંદની 154મી જન્મ જયંતી નિમિત્તે રેલી યોજવામાં આવી હતી.


સ્વામી વિવેકાનંદ જન્મ સને ૧૮૬૩મા ૧૨ જાન્યુઆરીના રોજ કલકતા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો અને સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી હતી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના ગણાતા ભારત સરકારે ૧૯૮૪માં પ્રથમ વખત રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.


જુનિયર રેડક્રોસ આયોજીત નવસારી શહેરમાં નગર પ્રાથમિક શાળાના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદનાં આર્દશ વિચારો જીવનમાં ઉતારવા સાથે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ કરો જેવા અનેક એક સુરો સાથે સુત્રો કરી વિવેકાનંદની પ્રતિમાને માહાનુભાવોએ ફૂલહાર અર્પણ કર્યા હતા.



Source: Divyabhaskar