19 January 2017

નવસારી શિક્ષણ સમિતિના ચેરમેનપદે માધુભાઈ કથિરીયા

નવસારીનગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનપદે માધુભાઈ કથિરીયા તથા વાઈસ ચેરમેનપદે પાલિકાના પૂર્વ સીઓ સુરેશભાઈ શેઠ આજે ચૂંટાયા હતા.

નવસારી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદે અગાઉ 13 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. જેમાં માધુભાઈ કથિરીયા, સુરેશ શેઠ, અશોક રાઠોડ, કેતન મહેતા, કેરમાન પટેલ, સંદીપ દેસાઈ, પ્રકાશ વોરા, અરૂણાબેન રાણા, વિરેન્દ્ર કહાર, ધર્મેશ માળી, શાહીન ઉસ્માની ચૂંટાયા હતા. સમિતિના સરકારી પ્રતિનિધિ તરીકે દિલીપસિંહ ઠાકોર અને બિનસરકારી પ્રતિનિધિ તરીકે ચેતનાબેન બિરલાની વરણી થઈ હતી. સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી મંગળવારે યોજાઈ હતી. ચેરમેન માટે માધુભાઈ કથિરીયા તથા ધર્મેશ માલીએ દાવેદારી કરી હતી. જેમાં કથિરીયાને 9 મત અને માલીને 3 મત મળતા માધુભાઈ કથિરીયા ચેરમેનપદે વિજયી થયા હતા. વાઈસ ચેરમેનપદ માટે સુરેશ શેઠ અને શાહીન ઉસ્માનીએ દાવેદારી કરી હતી. જેમાં શેઠને 9 મત અને શાહીન ઉસ્માનીને 3 મત મસળ્યા હતા.

વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા ચિંતાજનક 
નવસારીનગરપ્રાથમિક શિક્ષણ સમિતિના બીજી વખત ચેરમેનપદે ચૂંટાયેલા માધુભાઈ કથિરીયાએ જણાવ્યું કે સમિતિની શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રકચર તો તાજેતરના વરસોમાં સુધર્યું છે પરંતુ શાળામાં વિદ્યાર્થીઓની ઘટી રહેલી સંખ્યા ચિંતાજનક છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે તે માટે શિક્ષણ સુધારાથી લઈને તમામ પ્રયત્નો કરવામાં આવશે. બીજુ એક મહત્વનું કામ સમિતિની શાળાઓમાં સમયની સાથે ચાલી અંગ્રેજી માધ્યમ લાવવાનું છે. આગામી સમયમાં દિશામાં પ્રયત્નો કરાશે !

Source: Divyabhaskar