31 January 2017

વિજલપોરમાં શોભાના ગાંઠિયા બનેલા ફૂવારાઓ ફરી શરૂ થશેવિજલપોર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી શોભાના ગાંઠિયા સમાન બની રહેલા ત્રણેય ફુવારાઓને પુન: કાર્યરત કરાશે.

વિજલપોર શહેરમાં પાલિકાએ ત્રણ ફુવારાઓનું નિર્માણ કર્યું છે. ત્રણેય ફુવારાઓ આશાપુરી રોડ ઉપર આવેલા છે. એક ફુવારો શિવાજી ચોક વિસ્તારમાં, બીજો ફુવારો આશાપુરી મંદિર નજીકના સર્કલે તથા ત્રીજો ફુવારો આંબેડકર ગાર્ડનમાં બનાવાયો હતો. ત્રણેય ફુવારામાં બે ફુવારા થોડો સમય ચાલ્યા બાદ ઘણાં સમયથી બંધ હાલતમાં છે. ત્રીજો ગાર્ડનમાંનો ફુવારો પણ બંધ હોવાની જાણકારી મળી છે. બીજા શબ્દોમાં કહીએ તો શહેરના ત્રણેય ફુવારાઓ વાતાવરણને શીતળતા અને સુંદરતા બક્ષવાની જગ્યાએ બંધ હાલતમાં શોભાના ગાઠિયા સમાન બની રહ્યા છે. બંધ હાલતમાં રહેલા ત્રણેય ફુવારાઓને નગરપાલિકાએ પુન: કાર્યરત કરવાનો નિર્ણય લીધાની જાણકારી મળી છે.