26 January 2017

નેશનલ ગર્લ્સ ડે ઉજવણી અવસરે જાગૃતિ રેલી યોજાઈ હતી


નવસારી જિલ્લા પંચાયત આયોજિત તેમજ આરોગ્ય અને શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે નેશનલ ગર્લ્સએ ચાઇલ્ડ ડે ઉજવણી અવસરે વિશાળ જાગૃતિ રેલી યોજાઇ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલે ફુવારા ખાતે લીલીઝંડી દ્વારા રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. બેટી બચાવો, બેટી પઢાઓના પ્લે કાર્ડ અને નારાઓ સાથે રેલી મુખ્ય બજાર થઇ, લક્ષ્મણ હોલ, સેન્ટ્રલ બેંક, લાયબ્રેરી, જુનાથાણા થઇ શેઠ આર.જે.જે. ખાતે સમાપન થઇ હતી.

રેલીમાં જેસીઆઇના સ્વયયંસેવકો, નવસારીની શેઠ આર.જે.જે., સંસ્કાર ભારતી, ટાટા ગર્લ્સં, ટાટા બોયઝ, શ્રેષ્ઠી હાઇસ્કુલ, મદ્રેસા હાઇસ્કુાલ, કોન્વેકન્ટ હાઇસ્કુલ, રેડક્રોસના સ્વયંસેવકો, રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

શેઠ આર.જે.જે. ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં રેલીની શ્રેષ્ઠ્ ટુકડીમાં પ્રથમ શેઠ આર.જે.જે., દ્વિતીય ટાટા ગર્લ્સ અને મદ્રેસા હાઇસ્કુલ તૃતીય ક્રમે રહી હતી. જેઓને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અવસરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.એન.કન્નરે જણાવ્યું હતું કે, વર્ષ 2001માં ભારતમાં 1 હજાર પુરુષોની સરખામણીએ 933 સ્ત્રીઓ હતી. દેશના ઘણાં રાજયોમાં દીકરીઓની સંખ્યા ઘટી રહી છે, જે ચિંતાનો વિષય છે. સેકસ રેશિયામાં સમાનતા જળવાય રહે તે માટે જાગૃતિ કેળવવા રેલીનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન પ્રા.જશુભાઇ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું. પીસી એન્ડ પીએનડીટીના ચેરમેન શોભનાબેન, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ધવલ મહેતા સહિત મહાનુભાવો રેલીમાં જોડાયા હતા.