1 February 2017

રિંગ રોડ માટે પુન: માપણી - સરવે કરવામાં આવ્યો

નવસારી નગરપાલિકા દ્વારા રિંગરોડમાં અડચણરૂપ બની રહેલા કેટલાક આવાસો અડચણરૂપ બનતા તમામ ગેરકાયદે દબાણ દૂર કર્યા બાદ આજે પુન: સરવેની કામગીરી કરવામાં આવી હતી. રોડ માર્જિનને લઈ માપણી કરાતા સ્થાનિક લોકોમાં પુન: ઉહાપોહ જોવા મળ્યો હતો.

નવસારી પાલિકા દ્વારા પ્રકાશ ટોકીઝથી લઈ વિરાવળ સુધી અને ત્યાંથી જૂનાથાણા સુધીનો રિંગરોડ બનાવવાની કામગીરી બીજા તબક્કામાં શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં પ્રકાશ ટોકીઝથી આગળ વધતા રૂસ્તમવાડી વિસ્તારમાં ગેરકાયદે મકાનો દૂર કરવાની કામગીરી નવસારી પાલિકાએ હાથધરી હતી. જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જોકે મોટાભાગના લોકોને પાલિકા દ્વારા તૈયાર કરવામા આવેલા આવાસ ફાળવી દેવામાં આવ્યા હતા. પછી કેટલુક બાકી રહેલું કામ પુન: આજે પાલિકાના સત્તાધીશોએ પુરું કર્યું હતું. કેટલીક જગ્યાએ દબાણો હતા તે દૂર કરી રિંગરોડ માટે જરૂરી ખાલી જગ્યાની માપણી કરી સરવેની કામગીરી આટોપવામાં આવી હતી. જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.