16 January 2017

રાજ્યકક્ષાની કરાટેમાં ક્રિષ્ના જોષીને બ્રોન્ઝ મેડલ મળ્યો


કરાટે એસોસીએશન ઓફ ઇન્ડિયા માન્યતાપાત્ર કરાટે ડો ફેડેરેશન ગુજરાત દ્વારા સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ વડોદરા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની કરાટે ચેમ્પીયનશીપમાં નવસારીની ક્રિષ્ના સાગર જોષીએ કુમિતમાં બ્રોન્ઝ મેડલ મેળવીને નવસારી શહેર તથા જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ ઉજ્જવળ કર્યુ છે.કરાટે કોચ ડો.રામજી મકવાણાએ તેને તાલીમબદ્ધ કરી હતી.

Source: Divyabhaskar