25 January 2017

કૃષિ. યુનિ.ના નિવૃત્ત પ્રાધ્યાપકના અવસાન બાદ તેમના અંગોનું દાન


નવસારી કૃષિ યુનિ.માં આસીસટન્ટ પ્રાધ્યાપકની ફરજ બજાવી 63 વર્ષે નિવૃત્ત થયેલાં નટવરભાઇ ગોમાનભાઇ પટેલ જીબી પાર્કનાં ગત 19મીએ મોર્નીગ વોક માટે નીકળ્યાં હતા. તે દરમિયાન કારે પ્રા.નટવરભાઇ પટેલને ટક્કર મારી હતી. ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.તબીયત બગડતા તેમને સુરતની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પ્રા.નટરભાઇ પટેલ ખેતીવાડી કોલેજમાં હાલમાં નિવૃત થયા હતાં. ફેમીલી પેન્શનની શરૂઆત પણ થઇ હતી. ડોક્ટરોએ એમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.એમનાં પરિવારજનોને ડોનેટ લાઇફ સંસ્થાનાં કાર્યકરોએ સમજાવતાં આવી પરિસ્થિતિમાં પણ હિમંત ભર્યો નિર્ણય લઇ નટવરભાઇના દેહનાં અંગોનું દાન કરવા રાજી થયાં હતાં. પ્રા.નટવરભાઇના પ્રાપ્ત થયેલાં કીડની, લીવર અને ચક્ષુ થકી કીડની રાજસ્થાનનાં નારાયણભાઇ માલી, પંચમહાલનાં અમિતકુમાર, કચ્છનાં રહેવાસી નિમીશ મહેતા અને લીવર અમદાવાદનાં હરેશકુમાર દવે અને છોટાઉદેપુરનાં હરકીશન મોદી તથા ચક્ષુ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને દાન કરાયાં હતાં.