7 January 2017

નવયુવાનોને શરમાવી દે એવી છે ગુજ્જુ કાકાની પતંગબાજી, જીત્યા 4 ગોલ્ડમેડલ

નવયુવાનોને શરમાવી દે એવા પતંગબાજ ૭૭ વર્ષીય વિઠ્ઠલભાઈ દેલવાડીયા આજે પણ વિશાળ પતંગ તેમજ એક સાથે ૫૦૦ જેટલા પતંગથી આકાશ રંગબેરંગી કરી રહ્યા છે અને ૨૫થી વધુ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઈને ૧૫૦થી વધુ ટ્રોફીઓ સાથે ૪ ગોલ્ડમેડલ મેળવી ફરી આતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.


દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના સાગરાગામના ૭૭ વર્ષીય વિઠ્ઠલભાઈ દેલવાડીયા આજે પણ ફીરકીના તાલે પતંગોને આકાશમાં નચાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતના એકમાત્ર વિઠ્ઠલભાઈ દેલવાડીયા અવનવી ડીઝાઈનના રેપ સોપ નાયલોનના પંતગો પોતાની કારીગીરીથી જાતે સિલાઈ કરી બનાવે છે અને વિવિઘ પક્ષીઓના આકાર સાથે એક સાથે ૫૦૦ જેટલા પતંગો આકાશમાં સુશોભિત કરે છે.દેશ અને વિદેશોમાં કાઈટ ફેસ્ટીવલમાં પોતાનું કરતબ સાથે ઈ.સ ૧૯૫૨મા ૧૨ વર્ષની ઉમરે બિહારના પટના  ખાતે પતંગ મહોત્સવમાં ભાગ લઇ પ્રથમ ક્રમ સાથે ડો રાજેન્દ્ર પ્રસાદ , અટલબિહારી બાચપાયથી માંડીને નેરેન્દ્રમોદીના હાથે સન્માન મેળવી ચુક્યા છે તેમજ  મદ્રાસમાં એક દોરી સાથે ૫૦૧ પતંગ ચગાવી રેકોર્ડ કર્યો હતો.

હાલના ૫૦ વર્ષના લોકો કોઈ કામમાં થોડી વર્મા થાકી જાય ત્યારે ૭૭ વર્ષબાદ પણ એજ જોરે કામ કરતા વિઠ્ઠલભાઈની પતંગબાજી સમગ્ર પંથક માટે ગરિમા બની છે. વિઠ્ઠલભાઈના પતંગ આકાશમાં ચગાવતા હોય ત્યારે નવસારી પંથકના લોકો નિહાળવાનું ચુકતા નથી સાથે માર્ગો પરથી પસાર થતા લોકો પણ આ નજારો જોયને અટકી પડતા આનંદમાં આવી જાય છે. અને વિઠ્ઠલકાકાની પતંગબાજી જોઈને ૧૪ મી જાન્યુઆરીની અમે પણ પતંગો ચગાવી શું.

વિઠ્ઠલભાઈ દેલવાડીયા પાસે ૩૮ પ્રકારના પતંગોની વેરાઈટી સાથે ૧૮ મિલી મીટરનો મિનીચર કાઈટ સાથે ૧૫ ફૂટનો રોલ પતંગ તેમજ  ૪૨ ફૂટનો બ્લેક લોબ્રા પતંગ ઉડાવી દેશ-વિદેશ અને રાજ્યોમાં પોતાનું કૌશલ્ય બતાવી ૧૫૦થી વધુ ટોફી સાથે ૪ ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત ટુરિઝમ આયોજીત ૩૦મા આતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જાન્યુઆરી ૮ થી ૧૪ દરમ્યાન અમદાવાદ, વડોદરા, રાજકોટ, સાપુતારા, સુરત અને વલસાડમાં પણ પતંગ ચગાવવાની લોકોને મુગ્ધમય કરશે.