4 February 2017

વી.એસ.જી. ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન


નવસારી ખાતે ધારાગીરી વિસ્તારમાં આવેલી વી.એસ.જી ઇન્ટરનેશનલ સ્કુલમાં તા.31-1-2017 અને 1-2-2017 નાં રોજ બાલભવનથી માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતોત્સવ (એન્યુઅલ સ્પોર્ટસ ડે 2016/17) નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાળાના બાળકોએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લઇ જુદી જુદી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. વિજેતા રમતવિરોને મેડલ વડે સન્માનિત કરાયા હતા.આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ માટે પણ જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલીઓએ પણ વિવિધ રમતોમાં ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લઇ બાળપણના સંસ્મરણો તાજા કર્યા હતા. બે દિવસ દરમિયાન બાળ રમતવીરોને પ્રોત્સાહન આપવા નવસારીના ઇન્ટરનેશનલ સીનિયર એથલેન્ટીક પ્લેયર ફરદુન મીરઝા, ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ કન્વીનર મરજબાન પાત્રાવાલા તેમજ સ્ટેટ ફ્લોરબોલ સેક્રેટરી મનોજભાઇ તેમજ આજુબાજુના ગામોના નવનિર્મિત સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયત સદસ્યઓ ગ્રાઉન્ડ પર હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.