5 February 2017

કૃષિ યુનિ.ના આર.ડી. પંડ્યાને બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત


દક્ષિણ ગુજરાતમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના માનવ સમુહના વિકાસ સાથે સંકળાયેલા નવસારી કૃષિ યુનિવર્સિટીનાં12મો પદવીદાન સમારોહ ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલીના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો.

પદવીદાન સમારંભમાં અતિથી વિશેષ રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રી ચિમનભાઇ સાપરીયા, મુખ્ય મહેમાન તરીકે આઇ.સી.એ.આરના ઉપમહાનિર્દેશક ડો.જે.એમ.સંધુ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.સી.જે.ડાંગરીયા અને રજીસ્ટ્રાર ડો.વિક્રમસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં 265 અનુસ્નાતકોને તેમજ 198 કૃષિ વિદ્યાશાખાના, 103 બાગાયત-વ-વનીય વિદ્યાશાખાના, 35 પશુવિજ્ઞાન વિદ્યાશાખાના અને 33 એગ્રી.બાયોટેક વિદ્યાશાખાના સ્નાતકોને પદવી એનાયત કરવામાં આવી હતી. દિક્ષાંત સમારંભમાં કૃષિ વિદ્યાશાખાના કૃષિ વિસ્તરણ શિક્ષણ વિભાગનાં પ્રાધ્યાપક અને વડા ડો.આર.ડી.પંડ્યાને સને 2015-16ના વર્ષ માટે બેસ્ટ ટીચર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.ડો.પંડ્યાએ 12 અનુસ્નાતક અને 5 પીએચડી વિદ્યાર્થીઓના માર્ગદર્શક રહેલ છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જર્નલમાં 88 સંશોધનાત્મક લેખો પ્રકાશિત કરેલા છે. તેઓ કૃષિ વિસ્તરણ વિષયક રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની 5 સમિતિમાં સભ્યપદ ધરાવે છે.