8 February 2017

ગાર્ડા કોલેજને એથ્લેટીક્સ સ્પર્ધામાં ગોલ્ડ


વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 44મો એથ્લેટીક્સ મીટ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર તા.29-1-2017, 30-1-2017 તથા 31-1-2017ના રોજ રમાડવામાં આવી હતી.જેમાં ગાર્ડા કોલેજની વિદ્યાર્થીની તનવી પટેલે લોંગ જમ્પ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તથા 100 મીટર રનીંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યુ છે.

તેમજ એમ.કોમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ચેતક પટેલે લોંગ જમ્પમાં સેકન્ડ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવ્યું છે.આ ગૌરવ અપાવવા બદલ ઇન્ચાર્જ આચાર્ય ડો.ધર્મવીર એમ.ગુર્જર તથા ઉપાઆચાર્ય પ્રા.આર.પી.પટેલ તેમજ કોલેજનાં ટ્રસ્ટીઓ દારાભાઇ દેબુ તેમજ યઝદીભાઇ કાસદે અભિનંદન પાઠવ્યા છે. વિદ્યાર્થીઓને પ્રા.મેહુલ એમ.ટેલરે પ્રેક્ટીસ પૂરી પાડી હતી.