9 February 2017

પિતા-પુત્રએ ડુએથલોન અને સાયકલ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો


5મી ફેબ્રુઆીએ સુરત ખાતે લાઇફ સાયકલ ગ્રીન એસોસીએશન દ્વારા ડુએથલોન સ્પર્ધાનું આયોજન થયું હતું.જેમાં ગુજરાતમાંથી 600 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ રેસમાં 5 કિ.મી.ની રનીંગ અને 10 કિ.મી.ની સાયકલની રીલે રેસની શરૂઆત થઇ હતી.રેસમાં અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, નવસારી, વલસાડથી ડુએથલોનમાં ભાગ લીધો હતો.

સ્પર્ધામાં નવસારીની ટાટા હાઇસ્કુલના આચાર્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સાયકલીસ્ટ તથા પુત્ર કેશ્વર જાગીરદારે 5 કિ.મી.રનીંગ તથા 10 કિ.મી.ની સાયકલ ઓપન સ્પર્ધામાં ગુજરાતમાં સીલ્વર મેડલ મેળવ્યો હતો.