9 February 2017

નર્તક કલાકારનાં જીવનમાં આરંગેત્રમ મોટો પડાવ છે


નવસારીનાં બિંદી ડાન્સ એકેડમીનાં નૃત્યાંગના, શિષ્યા, વેદાંશી ધર્મેશ દેસાઇનો આરંગેત્રમ દિક્ષાંત સમારોહ અત્રેનાં ટાટા હોલમાં યોજાયો હતો.

દિક્ષાંત સમારોહનાં મુખ્ય અતિથિ સંજય દેસાઇ (સિન્ડીકેટ મેમ્બર ઓફ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.સુરત) અને નરેશ કાપડિયા તથા વેદાંશી, કલાગુરુ બિંદી નાયકના હસ્તે દિપપ્રાગટ્ય કરાયું હતું. પ્રસંગે મુખ્ય અતિથિ સંજય દેસાઇએ કલાગુરુ બિંદી નાયક તથા તેમની શિષ્યા વેદાંશી ધર્મેશ દેસાઇને શુભેચ્છા આપી હતી. સંજય દેસાઇએ જણાવ્યું કે નર્તક કલાકારનાં જીવનમાં આરંગેત્રમ મોટો પડાવ છે. કલા સાધના મહેનતનું પરિણામ છે. નરેશ કાપડિયાએ પ્રસંગે બોલતાં જણાવ્યું કે વેદાંશીની નૃત્યકલા અહીં સીમીત બને, એની તપશ્ચર્યાનું પરિણામ સીમીત બને તેની કાળજી રાખજો. એની તપશ્ચર્યાનું પરિણામ આરંગેત્રમ છે. ત્રણ કલાક સુધી વેદાંશીએ નૃર્તન કલાનો પરિચય આપ્યો હતો. વેદાંશી દેસાઇએ નૃત્યની તાલીમ મેળવી લોકો સમક્ષ રજૂ કરી.