11 February 2017

જીઆઈડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન


જીઆઈડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર ઇન્ડિયન રેડક્રોસ નવસારીના સહયોગથી કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા 100 યુનિટ જેટલું રક્તનુ દાન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન શિબિરને સફળ બનાવામાં કોલેજના સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓમાં ધારા ચોવટીયા,ખુશી આહીર, કૃતિકા ગામીત, ઝેની પટેલ, પ્રિયા મિસ્ત્રી, ડિમ્પલ પટેલ, ધ્રુવ પટેલ, અનેય પટેલ, અસ્તિ પટેલ, હિરક પટેલ, પાર્થ દેસાઈ, આદિત્ય દેસાઈ, ભદ્રેશ માહ્યાવંશી, અંકુર પટેલ, બંટી પટેલ, હિરલ લાડ, ચૈતાલી પટેલેરક્તદાન શિબિરને સફળ બનાવા મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.