13 February 2017

કબીલપોરના એક એપાર્ટમેન્ટમાં CCTV ફિટ કરવા મુદ્દે મારામારી

કબીલપોરનાં સંસ્કૃત કોમ્પલેક્ષમાં પ્રમુખ અને માજી પ્રમુખ વચ્ચે થયેલી માથાકુટ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પહોંચી હતી.પોલીસે સીસી કેમેરા લગાવવાનાં વિવાદમાં થયેલી માથાકૂટ બાબતે પ્રમુખે પૂર્વ પ્રમુખનાં પરિવારનાં ચાર સભ્યો સામે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

કબીલપોર ગામમાં સંસ્કૃત એપાર્ટમેન્ટમાં પ્રમુખ તરીકે હરીશભાઇ દેસાઇ બે વર્ષથી કોમ્પલેક્ષમાં મેઇટેનન્સ ખર્ચ તેમજ વહીવટ કરે છે. આજ કોમ્પલેક્ષમાં રહેતા પૂર્વ પ્રમુખ સિદ્ધાંત શાહ તથા 2 પુત્રો ચેતન અને કેવલ શાહ હરીશભાઇને જણાવ્યું હતું કે મેઇન્ટેનન્સ ખર્ચનાં વધેલા રૂપિયા સીસીટીવી કેમેરા મુકાવા જણાવતા હરીશભાઇએ હાલમાં જણાવ્યું હતું કે હાલમાં એટલા બધા પૈસા હોય પાછળથી મુકાવવા માટે કહેતા સિદ્ધાંત શાહને તેનો પરિવાર ઉશ્કેરાય ગયો હતો.

હરીશભાઇ સાથે ઝગડો કરવા લાગેલો અને તેને ઢીક્કામુક્કીનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન અન્ય લોકો આવી જતા મારથી બચાવી લીધા હતા. એ દરમિયાન તેમણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હરીશભાઇની પત્નિ જીગીશાબેન દેસાઇએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.