9 February 2017

કુડો વર્લ્ડકપમાં નવસારીની ટીમ દેશનું પ્રતિનિધિત્વ કરશે


નવસારીના કરાટે વિસ્પી કાસદની ટીમ આગામી 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન મુંબઇમાં યોજાનાર કુડો વર્લ્ડકપમાં ભાગ લઇ દેશનું પ્રતિનિધિત્વ કરશે.

મુંબઇમાં કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાના પ્રમુખ મેહુલભાઇ વ્હોરા, જનરલ સેક્રેટરી વિસ્પી કાસદ અને તેમની ટીમ દ્વારા કુડો વર્લ્ડકપનું આયોજન કરાયું છે. કુડો વર્લ્ડકપમાં 25થી વધારે દેશમાંથી અંદાજીત 600 રમતવીરો ભાગ લેશે.

નવસારીથી વિસ્પી કાસદનાં 23 વિદ્યાર્થીઓ દેશ માટે રમશે.આ વર્લ્ડકપનું ઇન્ટરનેશનલ વર્લ્ડગેમ ફેડરેશન અને જાપાન કુડો ફેડરેશનની માન્યતા મળી છે.