10 February 2017

ગાર્ડા કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

નવસારી ખાતેની એસ.બી.ગાર્ડા આર્ટસ એન્ડ પી.કે.પટેલ કોલેજ ઓફ કોમર્સ, ખાતે તા.8-2-2017ના રોજ ગાર્ડા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો.ધર્મવીર ગુર્જરની અધ્યક્ષતામાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. ઇન્ચાર્જ આચાર્યે જીવનમાં અને શિક્ષણમાં સફળતા કઇ રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે માહિતી આપી હતી.

ગાંધીનગર ખાતેની કે.સી.જી.ના ઉદીશા પ્રોગ્રામ હેઠળ નારણલાલા કોલેજના પ્રોફેસર ડો.વિશાલ માલી દ્વારા ઇન્ટરવ્યુની કેવી કેવી પધ્ધતિ હોઇ શકે, સારો બાયોડેટા કઇ રીતે બનાવવો, ઇન્ટરવ્યુમાં પૂછાતા પ્રશ્નોના અસરકારક જવાબ કઇ રીતે આપવા, ઇન્ટરવ્યું લેનાર તથા આપનારની માનસિક્તા, પ્રત્યક્ષ ઇન્ટરવ્યુમાં કેવી રીતે સફળતા પ્રાપ્ત કરવી તે અંગેની માહિતી દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ વડે આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો હાજર રહ્યાં હતા.કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓ દ્વારા મૂંઝવતા પ્રશ્નો અંગે વક્તા સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.વક્તા ડો.વિશાલ માલીએ જવાબ આપી વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સંતોષી હતી.