16 February 2017

નવસારીમાં રસ્તા બન્યા પાર્કિંગ પ્લોટ


નવસારી શહેરમાં વાહનોના પાર્કિંગ માટે પાલિકાએ બનાવેલા પાર્કિગ પ્લોટો ખાલી જોવા મળી રહ્યા છે ત્યારે પ્લોટથી થોડુ દુર જાહેર રસ્તાઓ પાર્કિંગ પ્લોટ જેવા બની ગયા છે.

નવસારી પાલિકાએ શહેરના સમતોલ અને આયોજનબદ્ધ વિકાસ માટે ટાઉન પ્લાનિંગ સ્કિમો બનાવી છે. સ્કિમોમાં વિવિધ હેતુઓ માટે જગ્યાઓ રિઝર્વ કરવામાં આવી છે. શહેરની ટીપી સ્કિમ-1માં પણ વિવિધ હેતુઓ માટે જગ્યાએ રિઝર્વ કરાયેલા છે. શહેરમાં વધતા જતા વાહનોને ધ્યાને લઈ ટીપી સ્કિમ-1મા શહેરના નાગતલાવડી વિસ્તારમાં બનાસકાંઠા જૈન વાડીની લગોલગ પશ્ચિમે પાર્કિંગ માટે 591 ચો.મી. જગ્યા રિઝર્વ કરાઈ હતી. રિઝર્વ જગ્યાએ પાલિકાએ પાર્કિંગ પ્લોટ બનાવ્યો હતો. પ્લોટ ઉપર વાહનોનું પાર્કિંગ થવાની (યા કરાવવાની) ધારણા હતી પરંતુ આમ થયું નથી. પાર્કિંગ પ્લોટ મોટાભાગે ખાલી રહે છે અને એકલદોકલ વાહનોનું પાર્કિંગ થાય છે. બીજી તરફ પાર્કિંગ પ્લોટથી થોડે દૂર દાબુ ...અનુસંધાન પાના નં.2

હોસ્પિટલ નજીક વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનોનું પાર્કિંગ બંને તરફના રોડ ઉપર થાય છે. જાણે કે રસ્તો પાર્કિંગ પ્લોટ હોય એમ દરરોજ સ્થિતિ રહે છે. રસ્તા ઉપર ઘણાં વાહનોના પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. સમસ્યા માત્ર સાંઢકૂવાથી ફૂવારા વિસ્તાર વચ્ચે નથી પરંતુ દુધિયા તળાવ વિસ્તારમાં પણ છે. પાલિકાએ ટાટા હોલ નજીક ડાન્સિંગ ફુવારાને અડીને બનાવેલા પાર્કિંગ પ્લોટમાં લકઝરી બસ યા કારો તો પાર્ક થાય છે પરંતુ દ્વિચક્રી વાહનો ખાસ પાર્ક થતા નથી. બીજી તરફ નજીકના દુધિયા તળાવ શોપિંગ સેન્ટર વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો રોડ ઉપર યા ફૂટપાથ ઉપર પાર્ક થાય છે. પાર્કિંગપ્લોટ ખાલી અને રસ્તા પાર્કિંગ પ્લોટ બન્યાની સ્થિતિ ઘણાં સમયથી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા નથી યા લોકો પણ પાર્કિંગ પ્લોટમાં વાહનોનું પાર્કિંગ કરતા નથી.

લોકોમાં અંગે અવેરનેસ લાવવી જરૂરી 
નવસારીટાઉન પોલીસ મથકના પોલીસ અધિકારી બી.પી. રજીયાએ જણાવ્યું કે પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ કરાવવી રસ્તા ઉપરના વાહનોનું પાર્કિંગ દૂર કરાવવા મુખ્યત્વે અવેરનેશ જરૂરી છે. માટે હું પોલીસનું ટ્રાફિક વિભાગને તો સચેત કરીશ સાથોસાથ પાલિકા પણ બાબત હાથ ધરે તે માટે તેમની સાથે પણ વાતચીત કરાશે.

દબાણ હટાવ ઝુંબેશ નામ પૂરતી 
નવસારીમાંરસ્તા ઉપર પાર્કિંગને દૂર કરવા તંત્રએ કંઈ પણ કર્યું નથી એમ પણ નથી. સમયાંતરે ટ્રાફિકની ફરિયાદો ઉઠતા નગરપાલિકા અને પોલીસ વિભાગ રસ્તા ખુલ્લા કરાવવા અને દબાણ દૂર કરાવવા ઝૂંબેશ ચલાવે છે. જોકે ઝૂંબેશ એક-બે દિવસ યા અઠવાડિયા પૂરતી રહે છે. ઝૂંબેશ પૂર્ણ થતા પુન: રાબેતા મુજબની સ્થિતિ સર્જાય છે અને રસ્તાઓ પાર્કિંગ પ્લોટ બની જાય છે.