18 February 2017

વિજલપોરના 3 વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


વિજલપોરના વોર્ડ નં. 7, 9 અને 12 માટેનો સેવાસેતુ કાર્યક્રમ શહેરની રામનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.

સેવાસેતુ કાર્યક્રમમાં ત્રણ વોર્ડમાંથી દાખલાઓ તથા અન્ય કામો માટેની કુલ 1076 અરજી આવી હતી. જે તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. જે અરજીઓ આવી હતી. જેમાં આવકના દાખલા માટે 412, રાશનકાર્ડની 175, આધારકાર્ડની 129, મા અમૃત્તમ કાર્ડની 104 તથા અન્ય વિભાગોની અરજીઓ પણ હતી. કાર્યક્રમમાં ઘણાં વિધાનસભા દંડક, મામલતદાર વગેરે હાજર રહ્યા હતા.