20 February 2017

વિજલપોર ખાતે શિવાજી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી


શિવાજીની જન્મજયંતિ નિમિત્તે આજે રવિવારે વિજલપોરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી.

વિજલપોરમાં શહેરમાં મહારાષ્ટ્રીયન લોકોની મોટા પ્રમાણમાં વસ્તી છે. જેને લઇને મિની મહારાષ્ટ્ર પણ કહેવામાં આવે છે. અહીંના મહારાષ્ટ્રીયન સમાજે આજે રવિવારે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

કાર્યક્રમ અંતર્યત સવારનાં સમયે અલકાપુરી વિસ્તારમાં રેડક્રોસનાં સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં 110થી વધુ રક્તની બોટલો ભેગી કરી શકાઇ હતી.બપોરબાદ શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ઢોલ તથા ડાંગીનૃત્યએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.