20 February 2017

નવસારીની સિવિલ હોસ્પિટલમાં 9 વર્ષમાં કેસ બમણા થયા


એક સમયે ગરીબ વર્ગની ગણાતી સિવિલ હોસ્પિટલ હવે લગભગ મહત્તમ વર્ગના લોકોની બની ગઇ છે.છેલ્લા 9 વર્ષમાં તો હોસ્પિટલનાં દર્દીઓની સંખ્યા બમાણાથીય વધુ વધી ગઇ છે.  2008માં 10 હજારની આસપાસ રહેતી ઓપીડી 2017માં 20 હજારને અડી ગઇ.

સિવિલ હોસ્પિટલ એક સમયે ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોની તબીબી સારવાર માટે ગણાતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંની નવસારી સિવિલ હોસ્પિટલમાં ગરીબ યા નબળા વર્ગ માટે નહીં સમાજનાં મહત્તમ વર્ગના લોકો માટેની બની ગઇ હોય એમ લાગે છે.આર્થિક રીતે નબળા વર્ગનાં લોકોનો હોસ્પિટલમાં સારવાર કરાવવા આવે છે પરંતુ સાથોસાથ મધ્યમ વર્ગના લોકો પણ હોસ્પિટલનાં પગથિયા ચઢતાં થઇ ગયા છે.આ બાબત સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સારવાર લેવા આવતા લોકોની સંખ્યા દર્શાવી રહી છે. હોસ્પિટલનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સને 2008 માર્ચ મહિનામાં હોસ્પિટલની ઓપીડી 9169 નોંધાઇ હતી, જે માર્ચ 2009માં 10979 અને માર્ચ 2010માં 11831 થઇ ગઇ હતી.

આંકડા તો તાજેતરનાં વરસોમાં આવ્યા છે.ગત વચ્ચે જાન્યુઆરી 2016માં હોસ્પિટલની ઓપીડી 19975 થઇ હતી.જે જાન્યુઆરી 2017 તાજેતરમાં 19814 જેટલી થઇ ગઇ હતી.બીજા શબ્દોમાં કહીએ હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર લોકોની સંખ્યા 1 વર્ષમાં 17 ટકા વધી છે અને 9 વર્ષમાં બમણાથી વધી ગઇ છે. દર્દીઓની સંખ્યા વધવાનું કારણ રોગચાળો નથી પરંતુ સામાન્ય હેલ્ધી સીઝનમાં પણ કેસોની સંખ્યા વધી છે.

નવસારી સિવિલ હોસ્પિટલનાં તબીબ ડો.અજય શર્મા જણાવે છે કે, હોસ્પિટલમાં હું 30 વર્ષથી સેવા બજાવું છું. આ વર્ષ દરમિયાન અનેક કારણોથી ઓપીડી વધતી ગઇ છે.એક કારણ લોકોની માનસિક્તા બદલાવાનું પણ છે.હોસ્પિટલમાં કેસો વધવાના કારણોમાં હોસ્પિટલની સેવાઓમાં થયેલ સુધાર ઉપરાંત છેલ્લા કેટલાક વરસોમાં ખાનગી તબીબી સેવાઓમાં થયેલ વધારાને કારણે આર્થિક સંકડામણ ભોગવતો વર્ગ પણ અહીં આવતો થયો છે.

સિવિલ હોસ્પિટલ હવે નવા મકાનમાં 
નવસારીમાં સિવિલ  હોસ્પિટલના જ્હાંગીર ટોકીઝની સામે ચાલે છે. આ મકાન જુનું થઇ ગયું છે. ઉપરાંત સેવાનો વ્યાપ વધતાં હયાત હોસ્પિટલ નાની પડે છે. આ સંજોગોમાં હાલના મકાન નજીક ખુલ્લી જગ્યામાં હોસ્પિટલનું નવું મકાન બનાવાયું છે.હોસ્પિટલની અનેક સેવાઓ, ખાસ કરીને ઇન્ડોર સેવાઓ નવા મકાનમાં સ્થળાંતર કરવામાં આવી છે. જો કે નવા મકાનનું હજુ સુધી વાજતે ગાજતે ઉદઘાટન કરાયું નથી.