22 February 2017

ચેસ સ્પર્ધામાં નવસારીના મમતા મંદિરના પાંચ બાળકો વિજેતા


દિવ્યાંગ બાળકોમાં રહેલી શારીરિક, માનસિક અને અપંગતાને ભૂલી તેઓમાં રહેલી ખેલક્ષમતા, પ્રતિભા અને સુષુપ્ત શક્તિઓ બહાર લાવવવાના ઉદ્દેશ્યથી સુરતના વિકલાંગ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ૧૨મીના રોજ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ર્સ્પધા દક્ષિણ ગુજરાતના અંધ, અપંગ, અને મૂકબધિર બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સ્વ મહેશભાઇ કોઠારીની સંસ્થા માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત પ્ર. સ. કોઠારી બહેરા -મૂંગા વિવિધલક્ષી વિધાલય વિજલપોર તથાતથા મ. સ. કોઠારી મૂક-બધિર શાળાના ૯ વિધાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં મુકેશ પુરોહિત અને દેવેંદ્ર કુસવાહા પ્રથમ ક્રમે, કુ. સમીરા ઘરૈયા, સુરજ મંડલ અને મિતેશ માછી દ્વિતિય ક્રમે વિજેતા થયા હતા.

આ ર્સ્પધા દરમિયાન બાળકોને શાળાના શિક્ષક રીતેશ પટેલ તથા શીલા પટેલે સ્થળ પર હાજર રહી પ્રોત્સાહિત કર્યા હતા. આ ર્સ્પધાનું ઉદઘાટન સુરતના વિકલાંગ કલ્યાણ સોસાયટી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પલ્લવીબેન વ્યાસ તથા ગોપાળભાઇ ના હસ્તે કરવામાં આવ્યું હતું.

વિજેતા ખેલાડીઓને મુખ્ય મહેમાન એસ. આર. એફના અધ્યક્ષ સંસ્થાના ટ્રસ્ટી અનિલભાઇ પટેલ અને વર્ષાબેન ઠક્કરના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.