23 February 2017

પ્રકાશ ટોકીઝ વિસ્તારમાં ખુલ્લી ગટરથી ભય


પ્રકાશ ટોકીઝ વિસ્તારમાં ખુલ્લી ગટરથી ભય ઉભો થયો છે. નવસારી શહેરમાં રેલવે ટ્રેક નજીક પૂર્વે પ્રકાશ ટોકીઝ આવેલી છે. ટોકીઝની ઉત્તરેથી કેટલાક લોકો અવરજવર કરે છે. ખાસ કરીને ઘણાં રત્નકલાકારો ટોકીઝ નજીકના રસ્તાએથી અવરજવર કરે છે.

નવસારીનો બહુચર્ચિત રિંગરોડ પણ ટોકીઝ નજીકથી શરૂ થનાર છે. પ્રકાશ ટોકીઝ નજીકથી એક ભૂગર્ભ ગટર પસાર થાય છે. અહીં ભૂગર્ભ ગટર ઉપરના ભાગેથી તૂટી જતા ખુલ્લી થઈ ગઈ છે. ગટર ખુલ્લી થઈ જતા ગટરમાં કોઈ રાહદારી યા વાહનચાલક પડી જાય એનો ભય ઉભો થયો છે. છેલ્લા કેટલાય દિવસોથી ગટર તૂટી જઈ ખુલ્લી થઈ ગયાનું જાણવા મળ્યું છે.