24 February 2017

નેશનલ એગ્રી મીટમાં નવસારી કૃષિ યુનિ. ચેમ્પિયન


તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઇમ્બતુર ખાતે નેશનલ એગ્રી બિઝનેસ મેનેજમેંટ મીટ પ્રબંધાઝ-17નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રાજયોની મેનેજમેંટ કોલેજોએ ભાગ લીધો હતો.

બહુ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં અસ્પી એગ્રી બિજનેસ મેનેજમેંટ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ બેસ્ટ મેનેજર વૈષ્ણવી નાયર તથા માર્કેટીંગ ગેમ વિવેક પટેલ અને રૂબીયા નદાફ પ્રથમ, પાર્લામેન્ટરી ડીબેટમાં પાયલ પટેલ અને જતીન પટેલ , ઓપરેશન ગેમમાં મિતુલ શેખળીયા અને તેજસ બલદાણીયા તેમજ એચ.આર.ગેમમાં મુદ્દાસર અહમદ અને પ્રિયંકા મૈતી દ્વિતીય તથા ફાયનાન્સ ગેમમાં વિશાલ ભીમાણી અને પૂજા શેરથીયા તૃતીય સ્થાન મેળવી ઓવર ઓલ ચેમ્પિયનનો ખિતાબ જીતીને નવસારી કૃષિ યુનિવર્સિટી નું નામ રોશન કર્યુ હતું.

આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયા સહિત અસ્પી એગ્રી બિઝનેસ મેનેજમેંટ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ ડો. એચ.આર.પંડ્યા અને તમામ પ્રાધ્યાપકોએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે નોંધનીય છે કે કોલેજના વિદ્યાર્થીઓએ સતત ત્રીજા વર્ષે પણ વિજેતા બની હેટ્રીક નોંધાવી હતી.