25 February 2017

રિક્ષામાંથી મહિલાનું પર્સ તફડાવી ગઠિયા ધૂમ સ્ટાઇલમાં ફરાર થયા

નવસારીમાં જમાલપોરથી ગણદેવી તરફ જતા રોડ પર રિક્ષામાં બેઠેલી મહિલાના હાથમાંથી પર્સ ખેંચી લઈ રૂ. 12 હજારની મત્તાની તફડંચી કરી બાઈક પર બેસી બે ધૂમ સ્ટાઈલમાં ફરાર થયા હતા. જમાલપોર સર્વોદયનગરમાં રહેતા નયનાબેન નાયક તથા અન્ય મુસાફરો રિક્ષામાં બેસી જઈ રહ્યા હતા. 23મી ફેબ્રુઆરીના રોજ કાળી પલ્સર બાઈક પર બે અજાણ્યા  પૂરપાટ ઝડપે રિક્ષા પાસે ધસી આવ્યા હતા.

પર્સમાં રોકડા રૂ. 7 હજાર તથા અન્ય દસ્તાવેજો હતા
બે પૈકી એક જણાએ રિક્ષામાં બેઠેલા નયનાબેન નાયકના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધુ હતું અને બાઈક પર ધૂમ સ્ટાઈલમાં ફરાર થયા હતા. પર્સમાં રોકડા રૂપિયા 7 હજાર તથા રૂ. 5 હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ તથા બેંકની પાસબુકો, પાનકાર્ડ, એટીએમ કાર્ડ, પેનડ્રાઈવ તથા અન્ય કાગળો મળી કુલ રૂ. 12 હજારની મત્તા મુકેલી હતી. નયનાબેન નાયકે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી હતી.