28 February 2017

દશેરા ટેકરી વિસ્તારમાં એકસાથે ચાર નનામી નીકળતા લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી


મહુવાના ઉમરા ગામની હદમાંથી પસાર થતી અંબિકા નદીમાં નહાવા પડેલા આઠ પૈકી ચાર યુવાન ઉંડા પાણીમાં ડૂબી જતા મોતને ભેંટ્યા હતા. આ તમામ યુવાનો નવસારીના દશેરા ટેકરીમાં રહેતા હતા. તે ચારેયની સ્મશાનયાત્રા આજે એકસાથે નીકળતા નવસારીના દશેરા ટેકરી વિસ્તારના લોકો હિબકે ચઢ્યા હતા.

અંબિકા નદીમાં ડૂબી જવાથી મોત થયાં હતાં
નવસારીમાં દશેરા ટેકરીમાં રહેતા નવ મિત્રો 26મી ફેબ્રુઆરી રવિવારે બપોરે 12.30 વાગ્યે ત્રણ બાઈક પર મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલા બામણીયા ભૂતના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જમવાનું ઘરેથી સાથે લઈ જઈ તેઓ દર્શન કર્યા બાદ તમામ મિત્રો સાથે બેસીને જમ્યા હતા. દરમિયાન બપોરે આઠ મિત્રો મંદિર નજીકથી પસાર થતી અંબિકામાં નહાવા પડ્યા હતા. એ વખતે ઉમેશ છોટુ પટેલ ડુબવા લાગતા તેને બચાવવા નિમેશભાઈ છોટુભાઈ પટેલ, હિતેશભાઈ શંકરભાઈ પટેલ અને જયેશભાઈ રમણભાઈ પટેલ ઉંડા પાણીમાં તેને બચાવવા ધસી ગયા હતા પરંતુ પાણીના વહેણમાં અને ઉંડાણમાં તેઓ ફસાઈ ગયા હતા અને નદીમાં ગરક થઈ ગયા હતા.

નગરપાલિકા પ્રમુખ સહિત રાજકીય અગ્રણીઓ જોડાયા
બાદમાં ચારેયની લાશ મળી આવી હતી. આ ઘટનાની નવસારીમાં ખબર પડતા જ દશેરા ટેકરી વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આજે મૃત ચારેય મિત્રોની એકસાથે સ્મશાનયાત્રામાં કાઢવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોનું હૃદયને કંપારી દે તેવું આક્રંદને પગલે દશેરા ટેકરી વિસ્તાર શોકમાં ડુબી ગયો હતો.  તેમની સ્મશાનયાત્રામાં પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈ, કોર્પોરેટર પ્રમોદભાઈ રાઠોડ, શહેર ભાજપના પ્રમુખ રમેશભાઈ હિરાણી, વેણીલાલ રાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમામ યુવાનો નોકરી વ્યવસાયમાં જોડાયેલા હતા
અંબિકા નદીમાં ડૂબી ગયેલા અને મોતને ભેટનાર ચાર મિત્રો પૈકી હિતેશ શંકર પટેલ (ઉ.વ. 27) બેંકમાં નોકરી કરતો હતો. ઉમેશભાઈ છોટુભાઈ પટેલ વાપી ખાતે પીડબલ્યુડીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. નિમેષ છોટુભાઈ પટેલ (ઉ.વ. 30) રસોઈયાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને જયેશભાઈ રમણભાઈ પટેલ (ઉ.વ. 28)