28 February 2017

જલાલપોર રોડ ઉપર બેકરીમાં આગ


જલાલપોર રોડ ઉપર એ.કે.બેકરી નામે બેકરી આવેલી છે. ગત રવિવારે રાત્રિના સમયે બેકરી બંધ હતી ત્યારે આશરે પોણા અગિયાર વાગ્યાના સમયે બંધ બેકરીમાંથી ધુમાડો નીકળતો કેટલાક લોકોએ જોયો હતો. બેકરીમાં આગ લાગ્યાનું જોતા લોકોએ બેકરીના માલિક ઉપરાંત ફાયરબ્રિગેડને પણ જાણકારી કરી દીધી હતી. થોડા સમયમાં ફાયરબ્રિગેડના બંબા સ્થળ ઉપર પહોંચી ગયા હતા. માલિક વિનોદભાઈ પણ સ્થળ ઉપર આવી ગયા હતા. થોડા સમયમાં આગ કાબૂમાં આવી ગઈ હતી.

આગ લાગવાને કારણે ફર્નિચરને નુકસાની થઈ હતી. દુકાનમાં રાખેલો માલ કેટલોક બચી ગયો હતો. આગથી થયેલી ચોક્કસ નુકસાની જાણી શકાઈ હતી. આગથી કોઈ ઈજા યા હાનિ થઈ હતી. પ્રાથમિક તબક્કે આગ શોટસર્કિટથી લાગેલી હોવાનું જણાયું છે. આગને કારણે રાત્રિના સમયે દોડધામ મચી ગઈ હતી.