4 February 2017

ગ્રીડ નજીક અકસ્માતમાં એકને ગંભીર ઇજા પહોંચી

નવસારીને અડીને આવેલા કબીલપોરથી ગ્રીડ તરફ જતા રોડ ઉપર જે કે ટાવર સામે એક અજાણ્યા સ્પ્લેન્ડર નં. જીજે.15.એમ.1011નાં ચાલકે પોતાની બાઇક પુરપાટ ઝડપે અને ગફલતભરી હંકારી લાવી જયંતિભાઇ ભગુભાઇ મિસ્ત્રી (રહે આનંદ વાટીકા કબીલપોર) ને પાછળથી ટક્કર મારી દીધી હતી.

આથી જયંતિભાઇને ટક્કર લાગતા માથામાં અને ખભા સહિત શારિરીક ગંભીર ઇજાઓ પહોચી હતી.આ ઘટના બાદ બાઇક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત જયંતિભાઇ મિસ્ત્રીના પત્ની જ્યોતિબેન મિસ્ત્રીએ ઘટના અંગે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.