2 February 2017

વિજલપોર સિનિયર સિટીઝન ટ્રસ્ટના દશાબ્દી વર્ષ પ્રવેશે આનંદ ઉત્સવ

વિજલપોર જલાલપોર વિભાગનાં વરિષ્ઠ નાગરિકો માટે કાર્યરત સંસ્થા સિનીયર સીટીઝન ટ્રસ્ટ વિજલપોર છેલ્લા 10 વર્ષોથી સ્થપાયેલી છે.ટ્રસ્ટે એમનાં સભ્યો માટે આનંદોત્સવ 2017નું આયોજન સરદાર સ્મૃતિ કેન્દ્રનાં તાલીમ ખંડ નવસારીમાં કરાયું હતું. અવસાન પામેલા સભ્યો માટે મૌન શ્રધ્ધાજંલિ અપાયા બાદ પ્રમુખ હરિભાઇ ટંડેલ, મંત્રી હેમંત સાધુ, ડો.એસ.કે.દવે, ડો.વી.સી.રાજ, ડો.રાજેન્દ્ર ટી.દેસાઇનાં હસ્તે દિપ પ્રાગટ્ય કરાયું હતું.

પ્રમુખ હરિભાઇ ટંડેલે સહુને આવકારી સિનીયર સીટીઝન ટ્રસ્ટનાં સભ્યોને શુભેચ્છા આપી સ્વાગત કર્યુ હતું.સંસ્થાના10 વર્ષના પ્રવેશ અંગે વિશિષ્ટ કાર્યક્રમોની ઝાંખી રજૂ કરી હતી.સંસ્થાના 15 જેટલા સભ્યોને જન્મદિનની શુભેચ્છા અપાઇ હતી.

ડો.વી.સી.રાજે પ્રસંગે વૃધ્ધોને ઉપયોગી વાતો કરતા જણાવ્યું કે જીવનમાં નિરાશ થશો નહીં.સ્વસ્થ જીવન માટે આર્થિક સ્વાવલંબન જરૂરી છે.બીજા પર નિર્ભર રહેશો નહીં. મીનાબહેન કુંજવિહારી દેસાઇએ ગણેશ સ્તુતિથી ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ લગભગ 3 કલાક સુધી ચાલ્યો.જેનું સંચાલન મંત્રી હેમંત સાધુએ કર્યુ હતુ.સભામાં આમંત્રિત દિલીપ નાયકનું આયોજકોએ પુષ્પ આપી સન્માન કર્યુ હતું. સભ્યો દ્વારા સુંદર મનોરંજન કાર્યક્રમને સહુએ માણ્યો હતો.આભાર દર્શન સુમનભાઇ પટેલે કર્યુ હતું.