16 March 2017

નવસારીમાં ધો.10ની દિવ્યાંગ વિદ્યાર્થિની પરીક્ષા આપી રહી છે


નવસારી જિલ્લામાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. નવસારી શહેરમાં વિદ્યાકુંજ વિદ્યાલયમાં પાંચ હાટડી ખાતે રહેતી દિવ્યાંગ હુર અનિષભાઇ જીનવાલા ધોરણ-10ની બોર્ડની પરીક્ષા આપી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી વસાવા અને વિદ્યાકુંજના આચાર્ય પંચોલીએ દિવ્યાંગ હુર જીનવાલાને શુભેચ્છા પાઠવી હતી.

દિવ્યાંગ હુરે તેમની પરીક્ષા પુર્ણ થયા બાદ જણાવ્યું હતું કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ચિંતા કે પ્રેશરમાં આવ્યા વગર શાંતિથી કારકિર્દી ઘડી શકે છે. તેમણે હેલન કેલરનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, જીવનમાં કશું અશકય નથી, હુરના માતા શિરીનબેન અને પિતા અનિષભાઇએ જણાવ્યું હતું કે, હુરે ધોરણ-10 માટે સારી મહેનત કરી છે.