17 March 2017

NRIના એકાઉન્ટમાંથી ઓનલાઇન 48 હજારની છેતરપિંડી

જમાલપોર વિસ્તારના મૂળ નિવાસી અને હાલ સાઉદીમાં નોકરી કરતા એનઆરઆઈના બેંક એકાઉન્ટમાંથી મધરાત્રે ઓનલાઈન રૂ. 48 હજારની છેતરપિંડી કરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. કોઈકે તેમના એકાઉન્ટમાંથી ઓનલાઈન ખરીદી કરી પેમેન્ટની ચૂકવણી કરી હતી. જેનો મોબાઈલ મેસેજ આવતા આખરે ઘટનાની એનઆરઆઈ યુવાનની માતાએ ટાઉન પોલીસમાં ફરિયાદ આપી છે.

નવસારીમાં જમાલપોર વિસ્તારના મૂળ રહેવાસી નિશ્ચલ પટેલ પોતાનું એનઆરઆઈ બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડા ખત્રીવાડ શાખામાં ધરાવે છે. તેઓ હાલ સાઉદી અરેબિયામાં છે. તેમનું બેંક એકાઉન્ટનું ડેબિટ કાર્ડ (એટીએમ કાર્ડ) તથા ચેકબૂક, પાસબૂક સહિત નિશ્ચલના માતા મિનાક્ષીબેન પટેલ પાસે છે. દરમિયાન મધરાત્રે નિશ્ચલ પટેલના એનઆરઆઈ એકાઉન્ટમાંથી એક પછી એક રૂ. 18 હજારની ટૂકડે ટૂકડે ઓનલાઈન ખરીદી કરાઈ અને તેનું ઓનલાઈન પેમેન્ટ થયાનો મેસેજ નિશ્ચલના મોબાઈલ પર પહોંચ્યો હતો. મધરાત્રે ઓનલાઈન ખરીદીનો મેસેજ જતા તેઓ અચંબામાં પડી ગયા હતા. સવારે તેમણે મેસેજ અંગે જમાલપોર સ્થિત તેની માતા મિનાક્ષીબેનને વાત કરી હતી. એટીએમ ...અનુસંધાન પાના નં.2

કાર્ડ પોતાની પાસે ઘરે હોવા છતાં બનેલી ઘટનાથી નવાઈ પામ્યા હતા. તેમણે બેંક ઓફ બરોડાની શાખામાં પહોંચી ઘટનાની જાણ કરી સ્ટેટમેટ માંગણી કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને ઓનલાઈન પેમેન્ટ થયાનું ખુલ્યું હતું. આથી કોઈકે ઓનલાઈન ખરીદી કરી પોતાના દીકરાના એનઆરઆઈ બેંક એકાઉન્ટમાંથી નાણાં ચૂકવી છેતરપિંડી કર્યાની લેખિત ફરિયાદ મિનાક્ષીબેન પટેલે નવસારી ટાઉન પોલીસ મથકમાં આપતા ઘટનાની તપાસ હાથ ધરી છે.