24 March 2017

ટ્રાફિક માટે લોકોને સમજાવ્યા પરંતુ નહીં માનતા હવે દંડાત્મક કાર્યવાહી

નવસારીની ટ્રાફિક ફ્રી બનાવવા માટે નવસારી શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વાહનચાલકો ટ્રાફિક નિયમન અંગે દંડ નહીં કરીને સમજાવવાનો પ્રયાસ કરતી રહી હતી. જોકે હવે આગામી સોમવારથી ટાઉન પોલીસ ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરશે.

કોઈપણ શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરાશે 
આજદિન સુધી વાહનચાલકોને પોલીસે પ્રેમથી ટ્રાફિકના કાયદાનું પાલન કરવા માટેની હિમાયત કરી હતી છતાં ઘણાં વાહનચાલકો તેને નજરઅંદાજ કરી રહ્યા છે અને વારંવાર ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે પરંતુ હવે સરકારના નીતિનિયમ પ્રમાણે વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. જે કોઈપણ વ્યક્તિ હોય જો તેણે ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે તો તેને નીતિ નિયમોને આધારે દંડ કરાશે. સોમવારથી તેનું પાલન કરાશે. લોકોને પણ પોલીસે બાબતે સહકાર આપવા અનુરોધ કર્યો છે અને કાયદાનું પાલન કરવા તાકિદ કરી છે. - એ.પી. સોમૈયા,ટાઉન પી.આઈ.