25 March 2017

કુંભારવાડ નજીક બસ વીજ થાંભલા સાથે ભટકાઈ


નવસારી એસટી ડેપોની બસ શુક્રવારે સવારે કુંભારવાડ નજીક વીજથાંભલા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

નવસારી એસટી ડેપોની એક બસ સવારે નવસારી-કૃષ્ણપુરની ટ્રીપ મારે છે. રોજની જેમ આજે શુક્રવારે પણ બસ નવસારી ડેપોથી નીકળી હતી. બસ નવસારી કુંભારવાડમાંથી પસાર થઈ રહી હતી ત્યારે કુંભારવાડના નાકે શહીદચોક નજીકના વીજ કંપનીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં થાંભલો વાંકો વળી ગયો હતો. બસના આગળના ભાગે નજીવુ નુકસાન થયું હતું.

એસટી સૂત્રોના જણાવ્યા મુજબ બસનો ડ્રાઈવર બસ હંકારી રહ્યો હતો ત્યારે સામેથી આવતા સાઈકલ ચાલકને બચવવા જતા બસ થાંભલા સાથે ભટકાઈ હતી. બસમાં અનેક પેસેન્જરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે કોઈને હાનિ થઈ હતી. જોકે બસ થાંભલા સાથે ભટકાતા થાંભલો તૂટી જતા વિસ્તારમાં વીજપુરવઠો થોડા સમય માટે ખોરવાયો હતો. વીજ કંપનીએ પુન: નવો થાંભલો નાંખી વીજ પુરવઠો યથાવત કરવાની કામગીરી હાથ ધરી હતી. વીજ કંપનીને પણ સાધારણ નુકસાન થયું હતું.