30 March 2017

નવસારીમાં 200 કરોડની ગ્રાંટના કામો થશે


નવસારી પાલિકાને આગામી વર્ષ 2017-18માં 200 કરોડ રૂપિયાથી વધુની સરકારી ગ્રાંટ મળશે. પાલિકાના આગામી વર્ષના બજેટમાં ગ્રાંટમાંથી અનેક પ્રોજેકટો કરવાની નેમ વ્યક્ત થઈ છે.

નવસારી નગરપાલિકાના ઈતિહાસનું નાણાંના કદની દૃષ્ટિએ સૌથી મોટુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષના 198 કરોડના બજેટની સામે આગામી વર્ષનું બજેટ 290 કરોડનું બનાવાયું છે. આગામી વર્ષનું બજેટ બનાવાયું છે તેમાં 290 કરોડમાંથી મહત્તમ નાણાં (200 કરોડથી વધુ) સરકારી ગ્રાંટમાંથી કામો કરવાના આયોજનો દર્શાવાયા છે. અહીં પ્રશ્ન છે કે કરોડો રૂપિયાની ગ્રાંટ શું આગામી વર્ષે પાલિકાને મળશે

અંગે પાલિકાનું બજેટ રજૂ કરનારા પાલિકાના એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ જણાવ્યું કે બજેટ મહદઅંશે સરકારી ગ્રાંટ આધારિત છે સાચી વાત છે પરંતુ ગ્રાંટો પાલિકાને મળશે વિશ્વાસ છે. બજેટની અડધી રકમ 140 કરોડની ગ્રાંટ તો અમૃત યોજનાની છે. 30 કરોડ જેટલી મોટી રકમ 2016-17 પેટે મળી રહી છે અને 140 કરોડ રૂપિયા 2017-18 આગામી વર્ષમાં મળશે. ગ્રાંટની રકમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો ફાળો હોય છે. અમૃત યોજના સિવાય પણ કરોડોની ગ્રાંટ પાલિકાને મળશે. રેલવે બ્રિજ માટેના 17 કરોડ તો પાલિકાને મળી ગયા છે. આમ બજેટમાં દર્શાવેલી મહત્તમ ગ્રાંટ પાલિકાને મળશે અને તેના આધારે વાસ્તવિક બજેટ બનાવાયાનું લાલવાણીએ જણાવ્યું છે.

અનેક જૂના પ્રોજેકટો પૂરા થશે 
નવસારી પાલિકાને આગામી વર્ષમાં અનેક નવા આયોજનો કર્યા છે તો જૂના તથા હાલમાં કાર્યરત અનેક પ્રોજેકટો પૂરા થશે. રંગવિહાર ઉપવનનું કામ પૂર્ણ થશે. ત્રણ તળાવના 5 કરોડના કામો થશે. લુન્સીકૂઈ મેદાનની દિવાલ અને વોક વે બનવા સાથે સ્પોર્ટસ કોમ્પલેક્સનું કામ પણ પૂર્ણ થશે. જલાલપોરમાં નવું ફાયર સ્ટેશન શરૂ થશે. કરોડો રૂપિયાના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પણ શરૂ થશે એવી ધારણા છે. પાલિકાની બે નવી માર્કેટો પણ બનવાની શરૂ થશે.