30 March 2017

વિજલપોરનાં તળાવો પાછળ લાખોનો ખર્ચ થવા છતાં હજુ ખાલીખમ રહ્યાં


વિજલપોર શહેરના તળાવોનો વિકાસ કરાયા બાદ તે ખાલીખમ રહ્યા છે ત્યારે પાલિકાએ કરેલા કામો સામે આંગળી ચીંધાય રહી છે. હવે તળાવોને નહેરના પાણીથી ભરવાનો નિર્ણય વિજલપોર નગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.

વિજલપોર શહેરમાં અનેક તળાવો આવેલા છે. તળાવોમાંથી બે તળાવોનો વિકાસ પાલિકાએ તાજેતરના સમયમાં લાખો રૂપિયાની સરકારી ગ્રાંટમાથી કર્યો છે. બે તળાવોમાં વિજલપોર નગરપાલિકા કચેરી નજીક આવેલા ગામતળાવ અને ચંદનવનની પાછળ આવેલા બાબા ઈશીત તળાવનો સમાવેશ થાય છે.

ગામ તળાવ અને બાબા ઈશીત તળાવનો વિકાસ તો થયો પરંતુ આજદિન સુધી તળાવો પાણીથી ભરાયા નથી ખાલીખમ રહ્યા છે. લાખોનો ખર્ચ કરવા છતાં તળાવો ખાલી રહેતા પાલિકા સામે આંગળી ચીંધાઈ રહી છે. હવે ખાલીખમ તળાવોમાં પાણી ભરવા વિજલપોર નગરપાલિકા પ્રયત્નો કરી રહી છે.

અંગે પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ બંને તળાવો પાણીથી ભરવા નગરપાલિકા પ્રયત્ન કરી રહી છે. તાળવ પાણીથી ભરવા નહેરના પાણી મેળવવા નગરપાલિકાએ પોતાના પ્રયત્નો શરૂ કર્યા છે. નહેરના પાણીથી ગામ તળાવ ભરવા માટે મફતલાલ મિલ સત્તાવાળાઓ સાથે તથા બાબા ઈશીત તળાવ ભરવા માટે નવસારી પાલિકા સાથે વાટાઘાટ કરવાનો નિર્ણય લીધાની જાણકારી મળી છે. જો હાલ તો વાટાઘાટો સફળ થાય તો વિજલપોરના બંને તળવામાં પાણી આવી શકે તેમ છે.