31 March 2017

વીસ્પી કાસદ અને વીસ્પી ખરાદી ટીમ અમેરીકાઝ ગોટ ટેલેન્ટ શોમાં


નવસારીના વીસ્પી કાસદ અને સુરતના વીસ્પી ખરાડી કે જેઓ બે ગીનીશ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે તેમને Americas got talent તરફથી શો માટે આમંત્રિત કરવામાં આવ્યા હતાં. તા.18 માર્ચ 2017ના રોજ લોસ એન્જેલસ ખાતે AGTનું સ્ટેજ પરફોમન્સ હતું. વિશ્વની દોઢ લાખની વધારે એન્ટ્રીમાંથી ફક્ત 250 એન્ટ્રીને મુખ્ય જજ સાયમન્ડ એન્ડ ટીમની સમક્ષ શો રજૂ કરવાની તક મળી હતી.જેમાં ફક્ત વીસ્પી કાસદ અને વીસ્પી ખરાડીની ટીમ આમંત્રિત કલાકાર હતાં.જેમને સીધેસીધા આમંત્રણથી AGTમાં પફોર્મ કરવાની તક સાંપડી હતી.

શોમાં વીસ્પી કાસદે આંખો પર પટ્ટી બાંધી જાપાનીઝ કાતાથી વીસ્પી ખરાડીના શરીર ઉપર શાકભાજી અને ફળો કાપી એમના કરતબનું પ્રદર્શન કર્યુ હતું. કપાળ તથા ગળાના ભાગે પણ એક ટીંડોળાને મૂકી બંધ આંખે કાપી એજીટીનાં તમામ જજોને સ્તબ્ધ કરી દીધા હતાં. જેનું ટેલીકાસ્ટ મેં મહિનામાં AXN ચેનલ પરથી કરવામાં આવશે.