3 March 2017

કુડો વર્લ્ડકપ-૨૦૧૭માં ચેમ્પિયન બનેલા ગુજરાતના ૧૫નું નવસારીમાં સન્માન થયું


મુંબઈ ખાતે કુડો વર્લ્ડકપ-૨૦૧૭નું આયોજન કરાયું હતું. જેમાં ૨૫ જેટલા દેશોના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું ઉદ્ઘાટન કુડો ઈન્ડિયાના ચેરમેન ફિલ્મસ્ટાર અક્ષયકુમાર તેમજ આદિત્ય ઠાકરેની ઉપસ્થિતિમાં થયું હતું. આ કુડો વર્લ્ડકપ-૨૦૧૭ની સ્પર્ધાની જુદી જુદી કેટેગરીઓમાં ગુજરાતના ૧૫ ખેલાડીઓ વર્લ્ડ ચેમ્પિયન બની ગોલ્ડમેડલ વિજેતા થયા હતા.

જેમાં નવસારીના દિવ્ય ભોરા, હેલીન કંસારા, ઉમેશ કુમાવત વિજેતા થયા હતા. જેમને તાલીમ વિસ્પી કાસદ, હનોઝ કાસદ અને રીટા દેસાઈએ આપી હતી. સુરતના ઝીદાન વિસ્પી ખરાદી, મોહમદ રીયાઝ પાડેલા, નાવ્યા દેસાઈ, રીશીતા સોંદાગર, રીવાન મારફતીયા, રોશની રાવલ પણ અન્ય ગ્રુપમાં વિજેતા થયા હતા. જેમને તાલીમ વિસ્પી ખરાદી, દારાયસ કુપર અને નેહા પટેલે આપી હતી. વલસાડના વ્યુતિ દેસાઈ, કૈરવી શાહ વિજેતા થયા હતા. જેમને તાલીમ સુરજીત પઢિયાર આપી હતી. અંકલેશ્વરની યામિની પટેલ, અમદાવાદની ખુશી શાહ, યુગ ધોળકિયા પણ હતા. તેમજ કચ્છના જયેશ પુરનસેન વિજેતા થયા હતા.

ઉપરોક્ત ૧૫ વર્લ્ડ ચેમ્પિયન અને ગોલ્ડ મેડલ વિજેતાઓનું સન્માન નવસારીમાં રામજી મંદિર ખાતે નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઈના હસ્તે, પ્રાંત અધિકારી ડાવેરા, મધુભાઈ કથિરિયા તેમજ શાસકપક્ષના નેતા (નવસારી નગરપાલિકા), જિગીશ શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકારે ગત વર્ષથી સ્કૂલ ગેઈમમાં કુડો ગેઈમનો પણ સમાવેશ કર્યો હતો.