4 March 2017

નવસારીમાં પૂર્ણા રિવરફ્રન્ટ માટે હિલચાલ


નવસારી નજીકથી પસાર થતી લોકમાતા પૂર્ણા નદીના કિનારે રિવરફ્રંટ બનાવવાની તજવીજ મોડે મોડે શરૂ થઈ છે. કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા પ્રવાસન વિભાગની બેઠકમાં અંગેની ચર્ચાવિચારણા થઈ છે.

ડાંગના પર્વતીય જંગલ વિસ્તારમાંથી નીકળતી લોકમાતા વિવિધ જગ્યાએથી પસાર થઈ આખરે અરબી સમુદ્રમાં મળી જાય છે. લોકમાતા અહીંના નવસારી શહેરને અડીને પણ પસાર થાય છે. નવસારી શહેર તથા તેની નજીકના ગામોમાથી પૂર્ણા પસાર થવા છતાં આજદિન સુધી અહીં રિવર ફ્રંટ બનાવવાનો નિર્ણય કરાયો હતો. હવે મોડે મોડે અંગે તજવીજ હાથ ધરાઈ છે. જિલ્લા કલેકટર રવિ અરોરાની ઉપસ્થિતિમાં મળેલી પ્રવાસન સમિતિની બેઠકમાં અંગેની ચર્ચા વિચારણા કરી આગળના પગલાં લેવાની સૂચના અપાઈ હતી.

નવસારીમાં હરવા ફરવા માટે લુન્સીકૂઇ સિવાય ખાસ સ્થળ નથી. નવસારી નજીકથી લોકમાતા પૂર્ણા પસાર થવા છતાં કુદરતી પર્યટનનો પણ કોઈ નક્કર પર્યાય કરાયો હતો. સંજોગોમાં નવસારીમાં જો પૂર્ણા રિવર ફ્રંટનું નિર્માણ કરાય તો લોકોને હરવા ફરવાની સારી જગ્યા મળી શકે એમ છે. બાબતને ધ્યાને લઈ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં મળેલી પ્રવાસન સમિતિની બેઠકમાં ખુદ કલેકટર રવિ અરોરાએ પૂર્ણા રિવરફ્રંટ બનાવવાની દિશામાં આગળ વધવાની વાત કરી હતી. કલેકટરની વાતને જિલ્લા આયોજન અધિકારી થાનકી સહિત સભ્યોએ પણ સમર્થન આપ્યું હતું. હાલ પ્રથમ તબક્કે રિવરફ્રંટ માટે કન્સલ્ટન્ટો પાસે પ્રોજેકટ મંગાવવાની દિશામાં આગળ વધવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ ચોક્કસ રિવરફ્રંટ ક્યાં બનાવવો, ખર્ચ કેટલો અને ક્યાંથી લાવવો વગેરે બાબતે આગળ વધી શકાય છે.

ધારાસભ્યની પણ તૈયારી 
નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું કે નવસારીમાં પૂર્ણા રિવરફ્રંટ અને ટાઈડલર ડેમ બને તે માટે મારા પ્રયાસો છે અને સહયોગ રહેશે ! રિવરફ્રંટ માટે ફંડની જરૂર પડશે તો હું મારા ધારાસભ્ય ફંડમાંથી નાણાં આપવા પણ તૈયાર છું !

ટાઈડલર ડેમને ધ્યાનમાં રખાશે 
નવસારી નજીક પૂર્ણા રિવર ફ્રંટ બનાવાય ત્યારે પૂર્ણા નદી ઉપર બનનારા ટાઈડલર ડેમ અનુલક્ષીને નિર્ણય લેવાય જરૂરી છે. પૂર્ણા ટાઈડલર ડેમ અંગે ડિઝાઈન વગેરેની કામગીરી ચાલી રહી છે. ડેમ ક્યાં બનશે, તેની અસર નજીકમાં શું થશે વગેરે બાબતો અનુલક્ષીને રિવરફ્રંટ બનાવવાની દિશામાં આગળ વધી શકાય છે. પ્રવાસન સમિતિની મિટિંગમાં રિવરફ્રંટનો નિર્ણયને ટાઈડલર ડેમ અનુલક્ષીને લેવા સંદર્ભે પણ ચર્ચા થઈ હોવાની જાણકારી મળી છે.