4 March 2017

નવસારીના સપુત સ્વ. જમશેદજી તાતાના જન્મદિવસની ઉજવણી


ભારતીય ઉદ્યોગ જગતના ભીષ્મપિતામહ ગણાતા નવસારીના સપુત સ્વ. જમશેદજી તાતાને તેના વતન નવસારીમાં કેટલાક લોકોએ યાદ કર્યા હતા. જોકે પાલિકાએ કોઈ નોંધનીય કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

સ્વ. જમશેદજી તાતાને ભારતીય ઉદ્યોગ જગતના ભીષ્મપિતા ગણવામાં આવે છે. ભારતમાં મોટા ઉદ્યોગોની સ્થાપનાની શરૂઆત તેમણે કરી હતી. સ્વ. તાતાનો જન્મ ઈ.સ. 1839ની સાલમાં ત્રીજી માર્ચના રોજ થયો હતો. નવસારીની ઓળખ જેમણે વિશ્વભરમાં આપી હતી તેવા સ્વ. જમશેદજીને આજે ત્રીજી માર્ચે લોકોએ યાદ કર્યા હતા.

નવસારીમાં દસ્તુરવાડ ખાતે જ્યાં તેમનો જન્મ થયો હતો ઘર આજે સ્વ. તાતાનું મ્યુઝીયમ બનાવાયું છે. જન્મસ્થળે નાનો ખુશાલીના જશનનો કાર્યક્રમ જરૂર રખાયો હતો. કાર્યક્રમમાં ટાટા ગ્રુપના સરોસ બાટલીવાલા ઉપરાંત રોહિન્ટન અવારી, સોલી વજીફદાર, મ્યુઝીયમના સંચાલક જીમીખાન સહિત કેટલાક લોકો હાજર રહ્યા હતા. નવસારી રેડક્રોસે પણ યાદ કર્યા હતા. નોંધનીય બાબત છે કે રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા મહાનુભાવોને જન્મજયંતી, પુણ્યતિથિએ યાદ કરતી અહીંની પાલિકાએ કોઈ નોંધનીય કાર્યક્રમ આજે નવસારીના સપુત સ્વ. તાતાની જન્મતિથિએ આયોજિત કર્યો હતો.