6 March 2017

નવસારીમાં ત્રણ તળાવ સહિત વિકાસ કામોનું નાયબ મુખ્યમંત્રીએ કર્યું ખાતમુહૂર્ત


નવસારી રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવસારી નગરના રૂ. 8.85 લાખના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરી, પ્રજાની અપેક્ષા-આશાઓને પરિપૂર્ણ કરવા વિકાસમંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

શહેરના તળાવોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત 
નાયબ મુખ્ય મંત્રીએ ઘેલખડી ખાતે રૂ. 60 લાખના ખર્ચે તૈયાર થયેલું અર્બન હેલ્થક સેન્ટર અને રૂ. 177.18 લાખના ખર્ચે શહેરની મધ્યે સાંઢકુવા ખાતે ફાયર સ્ટેશનનું લોકાર્પણ અને રૂ. 5 કરોડના ખર્ચે શહેરના દુધિયા તળાવ, શરબતીયા તળાવ અને થાણા તળાવના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતુ. આ અવસરે નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશ પટેલ, નવસારી ધારાસભ્યો પિયુષ દેસાઇ, સફાઇ કામદાર વિકાસબોર્ડના ઉપાધ્યક્ષ  સુરેશ મકવાણા, નગરપાલિકા પ્રમુખ અલકાબેન દેસાઇ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડીલો માટે જાહેર કરેલી શ્રવણતીર્થ યોજના
ટાટા હોલ ખાતે યોજાયેલા સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવસારી આગવા શહેર તરીકેની વિકાસની દિશા જાળવી રાખે અને શહેરને સુંદર બનાવવા વધુ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે વડીલો માટે પ્રથમ વખત જાહેર કરેલી શ્રવણતીર્થ યોજનાની જાણકારી આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હતું કે, નવસારી શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટિઝન વડીલોને ચાર દિવસ અને ત્રણ રાત્રિના પ્રવાસમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ભાડાના પ૦ ટકા જેટલી રકમ ગુજરાત સરકાર આપશે.