7 March 2017

પ્રાથમિક સુવિધા ન મળતાં કલેક્ટર કચેરીમાં મોરચો


નવસારી નગરપાલિકા વિસ્તારમાં આવતા રૂસ્તમવાડી વિસ્તારના લોકોએ પાલિકા સત્તાધિશોએ બળજબરીથી સરકારી આવાસોનો કબજો આપી દીધાના આક્ષેપ સાથે કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો. જો તાત્કાલિક ધોરણે આવાસોમાં પ્રાથમિક સુવિધા પૂરી નહીં કરાય તો આગામી સમયમાં ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. સંદર્ભે તેમણે આરડીસી કે.એસ. વસાવાને આવેદનપત્ર પાઠવ્યું છે.

નવસારી નગરપાલિકાના વોર્ડ નં. 2મા આવતા અને પછાત ગણાતા રૂસ્તમવાડી અને પ્રકાશ ટોકીઝ વિસ્તારના ઝૂંપડપટ્ટીવાળા રહીશોને સરકારી આવાસ ફાળવી દઈ સ્થળાંતર કરી દીધુ હતું. જોકે પાલિકા સત્તાધિશોએ તો સમયે આવાસોમાં તમામ વીજળી, પાણી સહિત સુવિધાઓ સાથે આવાસ આપવાની વાત કરી હતી પરંતુ તે પછી પાલિકા સત્તાધિશોએ આડેધડ મકાનો તોડી નવા બંધાયેલા નાના ફલેટની ચાવી આપી બળજબરીથી કબજો આપી દીધો હતો. નવા સરકારી આવાસમાં પ્રાથમિક સુવિધા હોવાની અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય નહીં લેવાતા આખરે ...અનુસંધાન પાના નં.2

એડવોકેટ વિરેન્દ્રભાઈ દેસાઈ, એડવોકેટ જોષી સહિતની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો અને આક્રોશ ઠાલવ્યો હતો. આરડીસી વસાવાને તેમણે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધા આપવા અનુરોધ કર્યો છે. જો તેમ નહીં થાય તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલનની ચીમકી આવેદનપત્રમાં પાઠવવામાં આવી છે.

સ્થળ તપાસની માંગ કરી કાર્યવાહી કરો 
પીવાનું પાણી, લાઈટ, સ્વચ્છતાનો અભાવ જેવી સ્થિતિમાં મુકી દેવાયા છે. લોકો હાલ કેવી સ્થિતિમાં દિવસ પસાર કરી રહ્યા છે તેની સ્થળ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે અને લોકોને તાત્કાલિક પ્રાથમિક સુવિધા આપવી અનિવાર્ય છે. - વિરેન્દ્ર દેસાઈ, એડવોકેટ-સામાજિક કાર્યકર.

રસ્તા, પાણી, વીજળીની સુવિધા નથી 
રસ્તા, પાણીની સુવિધા હોવાના કારણે મહિલાઓની હાલત વધુ દયનીય છે. કોઈ સરકારી અધિકારીઓ ધ્યાન આપતા નથી. લોકોનું જીવવું દુષ્કર બની રહ્યું છે. - હર્ષાબેનચૌધરી, અસરગ્રસ્ત