9 March 2017

સુરત રેંજ પોલીસ દ્વારા નવસારી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અવસરે નવસારી ટાટા હોલ ખાતે નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લા સહિત સુરત રેંજ પોલીસ વિભાગ દ્વારા રેજ આઇજી ડો.શમશેરસિંહ, સુરત જિલ્લાના પ્રિન્સીપાલ જજ ગીતાબેન ગોપી, સુરત (ગ્રામ્ય) અને નવસારી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય, વલસાડના પોલીસ અધિક્ષક સુનિલ જોષી, ડાંગના પોલીસ અધિક્ષક એ.એમ.મુનિયા, નવસારી પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઇ, શીતલબેન સોની સહિત મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક, રમતગમત, સમાજસેવા સહિતની વિવિધ ક્ષેત્રે સેવારૂપ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી અવસરે નવસારી જિલ્લાની આઠ, વલસાડ જિલ્લાની છ, સુરત જિલ્લાની ચાર, તાપી જિલ્લાની ચાર અને ડાંગ જિલ્લાની ચાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય દિને મહિલાઓનું સન્માાન કરતા સુરતના પ્રિન્સિાપલ ડિસ્ટ્રિકટ એન્ડલ સેશન્સર જજ ગીતાબેન ગોપીએ જણાવ્યું હતું કે, મહિલાઓને પ્રેરણા મળે એવા કાર્યક્રમમાં ઉપસ્થિંત રહેવાનું સૌભાગ્યક સાંપડયું છે. સમાજમાં પરિવર્તન તો આવ્યું છે, છતાં મહિલાઓમાં જાગૃતિ લાવવાની જરૂર છે. મહિલાઓ દિકરીઓ હિંમતથી કામ કરશે તો ચોકકસ તેને સફળતા પ્રાપ્ત થશે અને શોષણ થતું અટકશે. મહિલાઓના સન્માનિત કાર્યક્રમ યોજવા બદલ પોલીસ વિભાગને તેઓ બિરદાવતાં વધુમાં જણાવ્યું હતું કે, આપણી સુરક્ષા કરતાં પોલીસ જવાનો આપણને જાગૃત કરવા પ્રેરણા આપે છે. મહિલાઓએ શારિરીક રક્ષણ, કાયદાની સમજ હોય તો જીવનમાં ચોકકસ પરિવર્તન લાવી શકીશું.

સુરતના રેંજના આઇ.જી. ડો. શમશેરસિંહે જણાવ્યું હતું કે, મહિલાઓ આજે તમામક્ષેત્રે સન્મા્નીય અને નોંધનીય કામગીરી કરી સમાજમાં મહિલા સશકિતકરણની પરીભાષા બદલાઇ છે. મહિલાઓમાં પડેલી શકિતને બહાર લાવવા યોગ્ય વાતાવરણ જરૂરી છે. શારિરીક રીતે પુરુષ કરતાં મહિલાઓ શસકત હોય છે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે. આજે બદલાવ કરનારને રોકનાર શકિત બમણી શકિત લગાડે છે. માટે બદલાવ માટે હિંમતભેર આગળ વધવું જોઇએ.

રેંજ આઇજીએ વલસાડ જિલ્લાના ડુંગરીની 34 બહેનો દારૂના ધંધામાંથી બહાર લાવી તેમને પુનઃસ્થા પન કરાવવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. જેમાંથી 10 મહિલાઓ વલસાડના જાણીતી વેફર્સ કંપનીમાં પોલીસ વિભાગની મદદથી રોજગારી મેળવી રહી છે.

પ્રારંભમાં નવસારી જિલ્લાના ઇનચાર્જ પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતાં. ઉજવણીમાં યશ દેશમુખ અને જોયના સૈયદે જાગૃતિ સોંગ અને નવસારીના વીસ્પી કાસદની ટીમ દ્વારા સ્વકરક્ષા તાલીમનું નિદર્શન કરાયું હતું.