10 March 2017

મહિલા દિને નવસારીમાં મફત કાનૂની શિબિર યોજાઇ


નવસારી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા 8 મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે કાનુની શીબીર યોજાયો હતો.

બુધવારે વિશ્વ મહિલા દિન નિમિત્તે દશેરા ટેકરી નવસારીમાં નવસારી જિલ્લા કાનુની સેવાસત્તા મંડળ દ્વારા કાનુની શિબીર યોજાયો હતો, જેમાં નવસારીના એડવોકેટ પ્રદિપ એસ.ગડઅંકુશ તથા મહિલા સામાજિક કાર્યકર રશ્મીબેન હળપતિ, મીરાબેન બોડા, મયુરીબેન પટેલ, નાની માસી તથા મહિલાઓ હાજર રહી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી હતી.આમ મહિલા સામાજિક અગ્રણી રશ્મીબેન હળપતિએ જણાવેલ કે આજે મહિલાઓમાં ખુબ શક્તિ છે.

મહિલાઓએ શિક્ષણ પ્રત્યે જાગૃતિ દર્શાવી આગળ વધવું જોઇએ.આમ કાર્યક્રમમાં મહિલાઓને મળતા અધિકારો વિશે વિશેષ ભાર મુકી જાણકારી આપેલ અને દશેરા ટેકરીની મહિલાઓએ પણ ઉત્સાહ દર્શાવી ભાગ લીધો હતો.