14 March 2017

નવસારીના જાદુગરે બતાવ્યા કરતબો, પાઠવ્યો ઇકો-ફ્રેન્ડલી હોળીનો સંદેશો


હિન્દુસ્તાને તહેવારોના દેશ તરીકે આગવી ઓળખ મેળવી છે અને હોળીએ રંગોના તેહવાર છે.ત્યારે ધૂળેટીના દિને એકબીજાને અબીલ ગુલાલ અને ગેસુડાના રંગ થી ઉત્સવ સાથે ધુળેટી ઉજવાતા પૌરાણિક ઉત્સવને આધુનિક યુગના રંગબે રંગી કલરોથી આડઅસર થતા નવસારીના સ્થાનિક બાબલા જાદુગરે ગલીઓમાં ફરી ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવણીનો સંદેશો પાઠવ્યો છે.

કેમિકલવાળા રંગોથી ત્વચાના રોગ અને વાતાવરણમાં પ્રદુષણ વધ્યું
હોળીના બીજા દિવસે આશુરીશક્તિ સામે દેવીશક્તિના વિજય ઉજવવામાં આવે છે. ત્યારે હિન્દુસ્તાનમાં પૌરાણિક દંતકથા મુજબ હોળીકાના દહન બાદ ભકત પ્રહલાદ આબાદ બચાવ થતાં આંનદ ઉલ્લાસ પૂર્વક અબીલ-ગુલાલ સાથે ધુળેટી ની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ હાલનાં સમયમાં રંગથી ધૂળેટી રમવાની પરંપરામાં બદલાવ આવતા કેમિકલવાળા રંગો બજારમાં ઉપલબ્ધ થયા છે, જેના કારણે શરીરમાં ત્વચાના રોગ અને વાતાવરણમાં પ્રદુષણ વધી ગયું છે.

ઇકોફ્રેન્ડલી જાદુના પ્રયોગોને લોકોનો સારો આવકાર
નવસારીનાં સ્થાનિક બાબલા જાદુગરે શેહેરની ગલીઓમાં કુદરતી રંગોના ઉપયોગ કરતો સંદેશ જાદુ બતાવીને લોકો સમક્ષ રજુ કર્યો છે.પોતાની જાદુની કલા સાથે કુદરતી રંગ સામે કેમિકલ વાળા રંગો આરોગ્ય સામે અને પર્યાવરણને નુકશાન પોહચતા લોકજાગૃતિનો નવતર પ્રયોગ નવસારીમાં કરવામાં આવ્યો છે. નવસારીની ગલીઓમાં ઇકોફ્રેન્ડલી જાદુના પ્રયોગોને લોકોનો સારો આવકાર પણ મળ્યો છે.