5 April 2017

પાલિકા શોપિંગ સેન્ટરમાં એક શેડ તોડાતાં વિવાદ


નવસારી પાલિકાના વાજપેયી શોપિંગ સેન્ટરમાં દુકાનદારોએ કરેલા દબાણના મામલે વિવાદ પેદા થયો છે. એક દુકાનદારનું દબાણ તોડી પડાતા ઉભા થયેલા વિવાદમાં મહત્તમ દુકાનદારોને દૂર કરવા પાલિકાએ સૂચના આપવાની ફરજ પડી છે.

નવસારી નગરપાલિકાએ સને 2007ના વર્ષમાં પારસી હોસ્પિટલની સામે શોપિંગ સેન્ટરનું નિર્માણ કર્યું હતું, જેનું નામ વાજપેયી શોપિંગ સેન્ટર આપવામાં આવ્યું હતું. શોપિંગ સેન્ટરના નીચેના ભાગે અનેક દુકાનો છે. જેમાં મહત્તમ દુકાનો ખાણીપીણીની છે, જેથી વિસ્તાર હવે ખાઉધરા ગલી તરીકે પણ જાણીતો થયો છે. અહીંના દુકાનદારોમાંના ઘણાંએ દુકાનની (યા રેસ્ટોરન્ટની) પાછળના ભાગની ખુલ્લી જગ્યા ઉપર દબાણ કર્યું છે. શેડો બાંધી રસોડા પણ લંબાવી દીધા છે. દબાણ સામે મહદઅંશે આંખ આડા કાન કરાતું હતું. જોકે શોપિંગ સેન્ટરની રોડ ટચ મેડિકલ સ્ટોર દ્વારા નાનો શેડ બાંધવાનો પ્રયત્ન કરાતા પાલિકામાં ફરિયાદ થઈ હતી. ફરિયાદને લઈને પાલિકા તંત્રએ આજે મંગળવારે સવારે સ્ટાફ મોકલી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. એક દુકાનદારનું નાનુ દબાણ દૂર કરાતા અન્ય દુકાનોના દબાણો સામે સવાલ ઉભો થયો છે. આજે સવારે મામલે ગરમાગરમી પણ થઈ હોવાની જાણકારી મળી છે. મેડિકલ સ્ટોરના સંચાલક ભાવેશ દેસાઈએ શોપિંગ સેન્ટરની દબાણ દૂર કરવાની નીતિ સામે વાજબી સવાલો કર્યા હતા. અન્ય દુકાનદારોના દબાણોનું શું?

અંગે નવસારી નગરપાલિકાના સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે વાજપેયી શોપિંગ સેન્ટરમાં પાછળના ભાગે ઘણાં દુકાનદારોએ દબાણ કર્યા છે વાત સાચી છે તમામ દબાણકારોને બે દિવસમાં દબાણ દૂર કરવાની મૌખિક સૂચના આપી દેવાઈ છે.

વાજપેયી શોપિંગ સેન્ટર પાછળ શેડ બનાવી દબાણ થતાં એક દુકાનના શેડનું ડિમોલિશન કરાયુ હતુ.

દુકાનોની આગળ પણ દબાણ 
નવસારી પાલિકા હસ્તકના વાજપેયી શોપિંગ સેન્ટરના દુકાનધારકોએ માત્ર પાછળની જગ્યા ઉપર દબાણ કર્યું નથી, આગળની ખુલ્લી જગ્યાનો પણ ઉપયોગ કર્યો છે. પાર્કિંગની ગણાતી આગળની જગ્યાએ અનેક રેસ્ટોરન્ટ ચાલકોએ ખુરશીઓ મુકી ઉપયોગ કરી લીધો છે. ઘણાંએ તો શેડ પણ બનાવ્યા છે. જોકે આગળની જગ્યાના દબાણો ખાસ નડતરરૂપ હોઈ હજુ વિવાદ થયો નથી પરંતુ આગામી સમયમાં વિવાદ થવાની શક્યતા છે.